Mahanisiha 260
Mahānisīha: ṭīkānusārī vivecana 260
- Language
- Gujarati
260
‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૪ :– [૩/–/૫૯૪]
ઈરિયાવહિય ભણીને પછી કયું સૂત્ર ભણવું? ગૌતમ! શક્રસ્તવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ.
પરંતુ શક્રસ્તવ એક અઠ્ઠમ અને પછી ૩૨-આયંબિલ કરવા જોઈએ. અરહંત સ્તવ અર્થાત્ અરિહંત ચેઈયાણં. એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ કરીને, ચતુર્વિંશતિ સ્તવ લોગસ્સ એક છઠ્ઠ, એક ઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ કરીને, શ્રુતસ્તવ, પુક્ખરવરદીવડ્ઢે સૂત્ર એક ઉપવાસ ઉપર પાંચ આયંબિલ કરીને વિધિપૂર્વક ભણવું જોઈએ. એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષર બીજામાં ભળી ન જાય તેમ તેવા બીજા ગુણો સહિત કહેલાં સૂત્રોનું અધ્યયન કરવું.
આ કહેલી વિધિથી સમગ્ર સૂત્રોનું-અર્થોનું અધ્યયન કરવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા, વિચારીને નિઃશંકપણે અવધારી નિઃસંદેહ કરવા.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati