Mahanisiha 261
Mahānisīha: ṭīkānusārī vivecana 261
- Language
- Gujarati
261
‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૫ :– [૩/–/૫૯૫]
આ પ્રમાણે સૂત્ર, અર્થ, ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને પછી શુભતિથિ, કરણ, મુહૂર્ત્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્ર-બળનો યોગ થયો હોય ત્યારે યથાશક્તિ જગતગુરુ તીર્થંકર ભગવંતને પૂજવા યોગ્ય ઉપકરણો એકઠાં કરીને સાધુ ભગવંતોને પ્રતિલાભીને ભક્તિ પૂર્ણ હૃદયી, રોમાંચિત બની, પુલકિત થયેલા શરીરવાળો, હર્ષિત થયેલ મુખારવિંદ વાળો, શ્રદ્ધા-સંવેગ-વિવેક-પરમ વૈરાગ્યથી તેમજ જેણે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપ મળકલંકને નિર્મૂળપણે વિનાશ કર્યા છે. તેવી, સુવિશુદ્ધ-અતિનિર્મળ, વિમળ, શુભ, વિશેષ શુભ એવા પ્રકારે ઉલ્લાસ પામતા, ભુવનગુરુ, જિનેશ્વરની પ્રતિમા વિશે સ્થાપન કરેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું, પુણ્યશાળી છું.
જિનેશ્વરોને વંદન કરવાથી મેં મારો જન્મ સફળ કર્યો છે, એમ માનતા કપાળની ઉપર બે હાથ જોડી, અંજલી રચી, સજીવ વનસ્પતિ બીજ આદિથી રહિત ભૂમિ વિશે બંને જાનુઓ સ્થાપન કરીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા, સમજેલા જેણે યથાર્થ સૂત્ર-અર્થ-તદુભય-નિઃશંકિત કર્યા છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દૃઢ ચારિત્રી, શાસ્ત્રોનો જાણકાર, અપ્રમાદાતિશયાદિ અનેક ગુણ સંપત્તિવાળા ગુરુની સાથે સાધુ, સાધ્વી, સાધર્મિક સમગ્ર બંધુવર્ગ કુટુંબ પરિવાર સહિત પ્રથમ તેણે ચૈત્યોને જુહારવા જોઈએ.
ત્યારપછી યથાશક્તિ, સાધર્મિક બંધુને પ્રણામ કરવા પૂર્વક અતિ કિંમતી, કોમળ, સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી કરીને તેમનો મહાઆદર કરવો. તેમનું સુંદર સન્માન કરવું.
આ સમયે જેમણે શાસ્ત્રના સાર સારી રીતે જાણેલા છે. એવા ગુરુમહારાજે વિસ્તારથી આક્ષેપણી, નિક્ષેપણી, ધર્મકથા કહી સંસારનો નિર્વેદ, ઉન્માદ, શ્રદ્ધા-સંવેગવર્ધક ધર્મોપદેશ કહેવો.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati