Pramāṇa · Search · About · API

Mahanisiha 27

Mahānisīha: ṭīkānusārī vivecana 27

Language
Gujarati

27

‘મહાનિશીથ’ સૂત્ર-૬૩ થી ૬૫ :– [૧/–/૬૩ થી ૬૫]
એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી ક્ષામણા કરીને મન, વચન, કાયાથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આમ ઘોષણા કરે, ‘હું સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈ પણની સાથે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મન-વચન-કાયાથી સર્વ ભાવે, સર્વ પ્રકારે, સર્વેને ખમાવું છું.’

Linked texts (2)