Pramāṇa · Search · About · API

Mahanisiha 26

Mahānisīha: ṭīkānusārī vivecana 26

Language
Gujarati

26

‘મહાનિશીથ’ સૂત્ર-૫૮ થી ૬૨ :– [૧/–/૫૮ થી ૬૨]
પાપશલ્ય ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મૂલરૂપે શલ્યોદ્ધાર કરે છે. એ રીતે શલ્યરહિત થઈ સર્વ ભાવે ફરી પણ વિધિ સહિત ચૈત્યોને વાંદે, સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એકત્ર વાસ કર્યો હોય, ગામે-ગામ વિચર્યો હોય, જેમણે કઠોર વચનોથી સારણાદિ પ્રેરણા આપી હોય, જેમને પણ કાર્ય પ્રસંગે કે કાર્ય સિવાય કઠોર, આકરા, નિષ્ઠુર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઈક પ્રત્યુત્તર આપેલો હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય. તેને સર્વ ભાવથી ખમાવો, જો જીવતો હોય તો ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલો હોય તો સાધુની સાક્ષીએ ખમાવે.

Linked texts (2)