Pramāṇa · Search · About · API

Mahanisiha 3

Mahānisīha: ṭīkānusārī vivecana 3

Language
Gujarati

3

‘મહાનિશીથ’ સૂત્ર-૧ :– [૧/–/૧]
આયુષ્યમાન્‌ એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – અહીં જે કોઈ છદ્મસ્થ ક્રિયામાં વર્તતા એવા સાધુ કે સાધ્વી હોય તેઓ–
આ પરમતત્ત્વ અને સારભૂત પદાર્થને સાધી આપનાર અતિ મહા અર્થગર્ભિત, અતિશય શ્રેષ્ઠ એવા ‘મહાનિશીથ’ શ્રુતસ્કંધ શ્રુતના અનુસારે ત્રિવિધ [મન, વચન, કાયા] ત્રિવિધ [કરણ, કરાવણ, અનુમોદન] સર્વ ભાવથી અને અંતર-અભાવી શલ્ય રહિત થઈને આત્માના હિતને માટે–
અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, તપ અને સંયમના અનુષ્ઠાનો કરવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિન્નતા સિવાય, અનન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગને પામેલા, નિયાણા રહિત, બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસીરાવેલ-ત્યાગ કરેલા દેહવાળા, સુનિશ્ચિત એકાગ્ર ચિત્તવાળા બનીને વારંવાર તપ, સંયમ આદિ અનુષ્ઠાનોમાં રમણતા કરવી જોઈએ.

Linked texts (2)