Pramāṇa · Search · About · API

Mahanisiha 4

Mahānisīha: ṭīkānusārī vivecana 4

Language
Gujarati

4

‘મહાનિશીથ’ સૂત્ર-૨ :– [૧/–/૨]
પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતાં અનેક પ્રમાદ, ઋદ્ધિ, રસ, શાતા એ ત્રણ પ્રકારના ગારવો, રૌદ્ર ધ્યાન, આર્ત્તધ્યાન, વિકથા, મિથ્યાત્વ, અવિરતિ, [મન-વચન-કાયાના] દુષ્ટ યોગો, અનાયતન સેવન, કુશીલ આદિનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટું આળ ચઢાવવું, કલહ કરવા, જાતિ આદિ આઠ ભેદે મદ કરવો, ઈર્ષ્યા, અભિમાન, ક્રોધ, મમત્વભાવ, અહંકાર વગેરે અનેક ભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુક્ત હૃદયથી– હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, પરીગ્રહના આરંભ-સંકલ્પ આદિ અશુભ પરિણામવાળ ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, ગાઢ, ચીકણા પાપકર્મ મળરૂપ લેપથી ખરડાયેલ આશ્રવદ્વારોને બંધ કર્યા વિનાના ન થવું.
– આ જણાવેલા આશ્રવમાં સાધુએ પ્રવૃત્ત ન થવું.

Linked texts (2)