Pramāṇa · Search · About · API

Mahanisiha 313

Mahānisīha: ṭīkānusārī vivecana 313

Language
Gujarati

313

‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૮ :– [૫/–/૬૯૮]
આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે – ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે? શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનારા એવા આગમોનું સારી હિતોપદેશ આપનાર હોય છે. દેવેન્દ્ર-નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુ મહારાજ સંસારના દુઃખી આત્માની ભાવ અનુકંપા જન્મ-જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહ્યા છે. તેઓ ક્યારે શાશ્વત શિવસુખ પામે એમ કરુણાપૂર્વક ગુરુ ઉપદેશ આપે. પણ વ્યસન કે સંકટથી પરાભવિત બનીને નહીં. જેમ કે – ગ્રહ વળગાડ હોય, ઉન્મત હોય, કોઈ બદલાની આશાથી કરે તો હે ગૌતમ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસારનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલ સર્વ શુભાશુભ કર્મનો સંબંધ કોઈને હોતો નથી.

Linked texts (2)