Mahanisiha 312
Mahānisīha: ṭīkānusārī vivecana 312
- Language
- Gujarati
312
‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૭ :– [૫/–/૬૯૭]
ભગવન્! આ ચિહ્નોથી મર્યાદાનું ઉલ્લંઘન કહ્યું છે? ઘણી આશાતના કહી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ્યો એમ જાણવું? ગૌતમ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી ન રહેતો હોય. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતો, ગુરુઆજ્ઞા મુજબ ન રહેતો હોય, શાસ્ત્રના રહસ્યો ન જાણતો, વેશથી આજીવિકા કરનાર, પાટ-પાટલા-પાટીયા આદિની મમતા કરનાર, પ્રાસુક બાહ્ય પ્રાણવાળા સચિત્ત જળનો ભોગ કરનાર, માંડલીના પાંચ દોષથી અજાણ, તે દોષો સેવનાર, સર્વ આવશ્યક ક્રિયા કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન કરનાર, ઓછું કે અધિક આવશ્યક કરનાર, ગણના પ્રમાણથી ઓછા કે અધિક રજોહરણ, પાત્ર, દંડ, મુહપત્તિ આદિ ઉપકરણ ધારણ કરનાર, ગુરુના ઉપકરણ નો પરિભોગી, ઉત્તરગુણ વિરાધક, ગૃહસ્થની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરનાર, તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ, બીજકાય, ત્રસકાય, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સકારણ કે નિષ્કારણ પ્રમાદ દોષથી સંઘટ્ટન વગેરેમાં દોષને ન જોતો, આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુ પાસે આલોચના ન કરતો. વિકથાના સ્વભાવવાળો, કસમયે ગમે ત્યાં ફરતો, અવિધિથી સંગ્રહ કરેલ, પરીક્ષા વિના પ્રવ્રજ્યા આપે, વડી દીક્ષા આપે, દશ ભેદ વિનય સામાચારી ન શીખવે, ત્રણ ગારવ કરનાર, આઠ મદ-ચાર કષાય-મમત્વભાવ-અહંકાર-કંકાસ-કજીયા-લડાઈ-તોફાન-આર્ત અને રૌદ્ર ધ્યાન યુક્ત, વડીલને સ્થાપના ન કરનાર, ઘણાં લાંબા સમયે લોચ કરનાર, વિદ્યા-મંત્ર-તંત્ર-યોગ-અંજન આદિ શીખીને તેમાં જ એકાંત પ્રયત્ન કરનાર, મૂળ સૂત્રના યોગો અને ગણિપદના યોગો ન વહન કરનાર, દુષ્કાળાદિના આલંબન ગ્રહણ કરીને અકલ્પ્ય ખરીદેલ, પકાવેલ આદિ પરિભોગ કરવાના સ્વભાવવાળા થોડા રોગનું કારણ આગળ કરી ચિકિત્સા કરાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈ રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે સુનારા, કુશીલની સાથે બોલવા અને અનુકરણ કરવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખથી નીકળેલ અનેક દોષને પ્રવર્તાવનાર, વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા, તલવાર, ધનુષ, ખડ્ગ-ભાલા, બાણ, ચક્રાદિ હથિયાર લઈ ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડી અન્ય વેશ ધારણ કરી રખડનારા, આવી રીતે સાડા ત્રણ પદ કોટીસ્થાન સુધી હે ગૌતમ! ગચ્છને અસંસ્થિત કહેવો. તથા બીજા ઘણાં પ્રકારના ચિહ્નવાળા ગચ્છને સંક્ષેપથી કહી શકાય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati