Pramāṇa · Search · About · API

Mahanisiha 69

Mahānisīha: ṭīkānusārī vivecana 69

Language
Gujarati

69

‘મહાનિશીથ’ સૂત્ર-૧૯૩ થી ૧૯૬ :– [૧/–/૧૯૩ થી ૧૯૬]
એમ ફરી પણ શલ્યોદ્ધાર સામગ્રી કોઈપણ પ્રકારે મેળવીને, જે કોઈ પ્રમાદવશ થાય છે, તે ભવ-ભવના કલ્યાણ પ્રાપ્તના સર્વ સાધનો દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદરૂપી ચોર કલ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. એવા કોઈક જીવો હોય છે, જે પ્રમાદાધીન થઈ, ઘોર તપ સેવતા હોવા છતાં સર્વથા સ્વ-શલ્ય છૂપાવે છે. પણ તેઓ જાણતા નથી કે આ શલ્ય કોનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોકપાલો, સ્વ-આત્મા, પાંચ ઈન્દ્રિયોથી કંઈ ગુપ્ત નથી.

Linked texts (2)