Pramāṇa · Search · About · API

Mahanisiha 91

Mahānisīha: ṭīkānusārī vivecana 91

Language
Gujarati

91

‘મહાનિશીથ’ સૂત્ર-૨૩૮ થી ૨૪૧ :– [૨/૧/૨૩૮ થી ૨૪૧]
મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતીકર્મ સેવા-ચાકરી વેપાર શિલ્પકળા નિરંતર રાત-દિવસ કરે છે. તેમાં તાપ-તડકો વેઠે છે, એમાં તેમને કયું સુખ છે? કેટલાંક બીજાના સમૃદ્ધિ આદિ જોઈને હૃદયમાં બળતરા કરે છે. કેટલાંક પેટનો ખાડો પૂરી શકતા નથી. કેટલાંકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. પુન્ય વધે તો યશ, કીર્તિ, લક્ષ્મી વધે છે. પુન્ય ઘટે તો તે ઘટવા માંડે છે. કેટલાંક પુન્યવંત સતત હજાર વર્ષ એક સમાન સુખ ભોગવે છે. કેટલાંક એક દિવસ પણ સુખ ન પામીને દુઃખમાં કાળ વીતાવે છે. કેમકે પુન્યકર્મ કરવા છોડી દીધેલ છે.

Linked texts (2)