Dasaveyaliya 159
Dasaveyāliya: ṭīkānusārī vivecana 159
- Language
- Gujarati
159
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૬૨, ૧૬૩ + વિવેચન [૨/૧૬૨, ૧૬૩ + વિવેચન]
નામકામ, સ્થાપનાકામ, દ્રવ્યકામ અને ભાવકામ. ચ શબ્દ સ્વગત અનેક ભેદના સમુચ્ચયાર્થે છે. કામનો નિક્ષેપ ચાર ભેદે થાય છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય કામનું પ્રતિપાદન કરે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ મોહોદયાભિભૂત જીવો વડે ઈચ્છાય છે તે કામ છે. મોહોદયકારી જે દ્રવ્યો - સંઘાટક, વિકટ, માંસાદિ છે, તે પણ મદનકામ નામે ભાવકામના હેતુપણાથી દ્રવ્યકામ છે. હવે ભાવકામને કહે છે – તે બે ભેદે છે, ઈચ્છાકામ અને મદનકામ. તેમાં એષણા તે ઈચ્છા, તે જ ચિત્તના અભિલાષરૂપથી કામ તે ઈચ્છા કામ, મદ કરાવે તે મદન - તે વિચિત્ર મોહોદય છે. તે જ કામ પ્રવૃત્તિનો હેતુ હોવાથી કામ તે મદનકામ છે.