Dasaveyaliya 160
Dasaveyāliya: ṭīkānusārī vivecana 160
- Language
- Gujarati
160
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૬૪, ૧૬૫ + વિવેચન [૨/૧૬૪, ૧૬૫ + વિવેચન]
ઈચ્છા - પ્રશસ્ત અને અપ્રશસ્ત બે ભેદે છે. તેમાં પ્રશસ્ત તે ધર્મેચ્છા અને મોક્ષેચ્છા છે. અપ્રશસ્તા બે ભેદે - યુદ્ધેચ્છા અને રાજ્યેચ્છા છે. ઈચ્છાકામ કહ્યું, હવે મદનકામ કહે છે – મદનકામ બંનેનું નિરૂપણ કરીએ. તે કયો છે? વેદોપયોગ. વેદ - જે વેદાય તે વેદ - સ્ત્રી વેદ આદિ, તેનો ઉપયોગ - તેનો વિપાક અનુભવ. બીજા કહે છે – તેનો વ્યાપાર. જેમકે સ્ત્રીવેદના ઉદયથી પુરુષાર્થ પ્રાર્થના કરે છે, ઈત્યાદિ. તે મદનકામનો અહીં અધિકાર છે. તીર્થંકર, ગણધરો તેથી મદનકામને કહે છે - તે લક્ષણ આ પ્રમાણે –
જેમાં પ્રાણી બંધાય - વિષીદાય તે વિષય - શબ્દાદિ, તેથી સુખ પ્રાપ્તિમાં આસક્ત. તે જીવ, તેના બીજા વિશેષણો છે - જેનો પરિવાર અબુધજન હોય એટલે અકલ્યાણ કરનારા મિત્ર, પરિજન જેના હોય. આના વડે બાહ્ય વિષય સુખ પ્રસક્તિ હેતુ કહે છે. રાગ - વિષયાસક્ત, પ્રતિબદ્ધ - વ્યાપ્ત. આના વડે વિષયસુખ પ્રસક્તિ હેતુ કહે છે. તેનો ભાવાર્થ છે - તેનો પરિવાર મૂર્ખ છે અને પોતે કામમાં રાગી છે. તેથી તે વિષયસુખ પ્રસક્ત કહ્યો. તેના પ્રત્યનીકપણાથી જીવને ધર્મથી કુમાર્ગે દોરે છે. - X - X -