Pramāṇa · Search · About · API

Dasaveyaliya 166

Dasaveyāliya: ṭīkānusārī vivecana 166

Language
Gujarati

166

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૭૭, ૧૭૮ + વિવેચન [૨/૧૭૭, ૧૭૮ + વિવેચન]
૧૮,૦૦૦ શીલાંગો જ છે. શીલ - ભાવસમાધિ લક્ષણ. તેના અંગો - ભેદો કે કારણો, તે શીલાંગો છે. તે જિનેશ્વર પ્રરૂપેલ છે. તે શીલાંગના પરિરક્ષણ નિમિત્તે તે અપરાધ પદોને છોડે. હવે તે ૧૮,૦૦૦ શીલાંગના ભેદોને દર્શાવે છે - યોગ, કરણ, સંજ્ઞા, ઈન્દ્રિય, ભોમ, આદિ, શ્રમણ ધર્મથી ૧૮,૦૦૦ શીલાંગની નિષ્પત્તિ છે. તેમાં યોગ ત્રણ ભેદે - કાયા, વચન, મનથી. કરણ ત્રણ ભેદે - કરવું, કરાવવું, અનુમોદવું. સંજ્ઞા - ચાર ભેદે - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. ઈન્દ્રિય પાંચ પાંચ ભેદે શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિહ્વા, સ્પર્શન. ભોમાદિ - પૃથ્વીકાયાદિ પાંચ, બેઈન્દ્રિય યાવત્‌ પંચેન્દ્રિય અને અજીવકાય તે દશ. શ્રમણધર્મ - ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, સંયમ, આકિંચન, બ્રહ્મચર્યવાસ. આ સ્થાન પ્રરૂપણા છે. આ ૧૮,૦૦૦ શીલાંગોની યોજના કરવી. જેમકે – (૧) હું કાયાથી આહારસંજ્ઞાથી પ્રતિવિરત થયેલો, શ્રોત્રેન્દ્રિય સંવૃત્ત, પૃથ્વીકાય સમારંભથી પ્રતિવિરત, ક્ષાંતિગુણ સંપ્રયુક્ત (વિષય ન વાંછુ). એ પ્રમાણે મુક્તિગુણવાળો બીજો ગમ યાવત્‌ દશે ગમ કહેવા. તેમાં આ રીતે અંતે યોજવું. તેથી ૧૮,૦૦૦ શીલાંગ રથ થાય. યોગ-૩ x કરણ-૩ x સંજ્ઞા-૪ x ઈન્દ્રિય-૫ x પૃથ્વીકાયાદિ-૧૦ x શ્રમણધર્મ-૧૦ = ૧૮,૦૦૦. ઉક્ત આલાવામાં ક્રમશઃ દશ શ્રમણધર્મ, પછી ૧૦ પૃથ્વી આદિ, પછી પાંચ ઈન્દ્રિય એ રીતે આલાવા કરતાં આ ભેદો પ્રાપ્ત થશે.
માત્ર આ અધિકૃત સૂત્રોક્ત ઉક્તવત્‌ શ્રામણ્યના પાલન ન કરવા માત્રથી જ અશ્રમણ નથી, પણ માત્ર આજીવિકા માટે જ દીક્ષા લીધેલો, સંક્લિષ્ટ ચિત્તવાળો, દ્રવ્યક્રિયા કરતો પણ તે અશ્રમણ જ છે - અત્યાગી જ છે. કઈ રીતે? સૂત્રકાર કહે છે –