Dasaveyaliya 165
Dasaveyāliya: ṭīkānusārī vivecana 165
- Language
- Gujarati
165
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૭૬ + વિવેચન [૨/૧૭૬ + વિવેચન]
સ્પર્શનાદિ ઈન્દ્રિયો, સ્પર્શાદિ વિષયો, ક્રોધાદિ કષાયો, ક્ષુધા-પિપાસાદિ પરીષહો, અસાતાનુભવ વેદના, દેવાદિ કૃત ઉપસર્ગો આ અપરાધ પદો છે - મોક્ષમાર્ગ પ્રતિ અપરાધ સ્થાનો છે. જેમાં - મોક્ષમાર્ગમાં આ ઈન્દ્રિયાદિ વિઘ્નરૂપ છે. શું બધાને વિઘ્નરૂપ છે? ના, મંદબુદ્ધિક બાળક તેમાં બંધાય છે. બુદ્ધિમાન તો તેના વડે જ સંસાર-કાંતારથી તરી જાય છે. ક્ષુલ્લક તો પગલે-પગલે સંકલ્પ વશ થઈ દુઃખ પામે છે.
તે ક્ષુલ્લક કોણ છે? કોંકણ દેશમાં એક વૃદ્ધ પુરુષે પુત્ર સહિત દીક્ષા લીધી. તે બાળક તે વૃદ્ધને અતિ ઈષ્ટ હતો. સીદાતા તે બોલ્યો – હે પિતા! હું ખુલ્લા પગે ચાલી શકતો નથી. વૃદ્ધે તેને પગરખાં આપ્યા. પછી કહ્યું પગના ઉપરના તળ ઠંડીથી ફાટે છે, ત્યારે તેને મોજાં આપ્યા. માથું બળે છે કહ્યું ત્યારે માથે ઓઢવા કપડું આપ્યું. ભિક્ષા લેવા ન જઈ શકું કહેતા, ઉપાશ્રયમાં ગૌચરી લાવી આપી. એ રીતે પાટ ઉપર સૂવા આપ્યું, છૂરાથી મુંડન કરવા દીધું. પ્રાસુક પાણીથી સ્નાન કરવા દીધું. આચાર્ય પ્રાયોગ્ય વસ્ત્ર યુગલ આપ્યું. એ પ્રમાણે જે-જે માંગ્યું તે આપ્યું. કોઈ દિવસે કહ્યું – હું સ્ત્રી વિના રહી નહીં શકું, ત્યારે વૃદ્ધે તેને ઉપાશ્રયથી કાઢી મૂક્યો. તે સંખડીમાં ઘણું ખાઈને અજીર્ણથી મરણ પામ્યો. મરીને પાડો થયો. વૃદ્ધ પિતા ચારિત્ર પાળીને દેવતા થયો. અવધિ વડે પોતાના પુત્રને પાડો થયેલ જોયો. પિતા દેવે તેને ખરીદીની ગાડીમાં જોડ્યો. તેને ઘણો જ દોડાવે છે, તે પાડો ભાર સહન કરી શકતો નથી, ત્યારે પરોણીથી વિંધે છે. પછી તે દેવ, એ બધાં જ વચનો બોલે છે જે તે પાડો પુત્રપણે બોલ્યો હતો. તે સાંભળીને તે પાડાને ઈહા-અપોહ આદિ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, દેવે તેને પ્રતિબોધ કર્યો. પાડાએ ભક્ત-પ્રત્યાખ્યાન કર્યું. મરીને તે દેવલોકે ગયો. આ પ્રમાણે પગલે-પગલે વિષાદ પામીને સંકલ્પને વશ થઈ તિર્યંચત્વ પામ્યો. તેથી આવા અપરાધ દોષો વર્જવા. કેવી રીતે? ૧૮,૦૦૦ શીલાંગના સ્મરણ નિમિત્તે.