Dasaveyaliya 170
Dasaveyāliya: ṭīkānusārī vivecana 170
- Language
- Gujarati
170
વિવેચન–૮
કાંત - કમનીય, શોભન. પ્રિય - ઈષ્ટ. અહીં કાંત પણ કંઈક, કોઈને, કોઈક નિમિત્તથી અપ્રિય પણ હોય. કહ્યું છે – ચાર કારણે ગુણો નાશ પામે. (૧) રોષથી, (૨) પ્રતિનિવેશથી, (૩) અકૃતજ્ઞતાથી, (૪) મિથ્યાભિનિવેશથી. તેથી ‘પ્રિય’ વિશેષણ પણ મૂક્યું. ભોગ - શબ્દાદિ વિષયોને પામીને, વિવિધ - અનેક પ્રકારોથી, શુભ ભાવનાદિ વડે પીઠ કરે છે - અર્થાત્ પરિત્યાગ કરે છે. તે સમયે પોતે બંધનથી બંધાયેલો ન હોય, તેમ ત્યાગી પણ ન હોય, પણ પોતાના વશમાં અને સ્વાધીન એવા જ ભોગોનો ત્યાગ કરે છે. ગાથામાં ફરી ત્યાગ શબ્દનું ગ્રહણ પ્રતિસમય ત્યાગના પરિણામની વૃદ્ધિને સૂચવે છે. ભોગ ગ્રહણ સંપૂર્ણ ભોગના ગ્રહણ માટે છે. અથવા ત્યજેલા ભોગ ફરી ઉપનત-કારણ ન થાય તે માટે છે. તેથી આવાને જ ભરત આદિવત્ ત્યાગી કહ્યા છે.
(શંકા) જો ભરત અને જંબૂ આદિ છતાં ભોગોને ત્યાગે તેને જ ત્યાગી કહેવામાં આ દોષ થાય છે - જે કોઈ ભિખારી કે નિર્ધન આદિએ દીક્ષા લઈને ભાવથી અહિંસાદિ ગુણયુક્ત શ્રામણ્યમાં પ્રયત્નશીલ હોય તેને શું અપરિત્યાગી કહેવા? (સમાધાન) તેને પણ અગ્નિ, પાણી, સ્ત્રી એ ત્રણ લોકસાર રત્નોનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે. તેનું દૃષ્ટાંત કહે છે –
એક કઠિયારાએ, સુધર્મા સ્વામી પાસે દીક્ષા લીધી. તે ગૌચરી જતો ત્યારે લોકો તેને રાંક કહેતા. તે બાળક બુદ્ધિથી આચાર્યને કહે છે – મને બીજે લઈ જાઓ, હું આ સહન કરી શકતો નથી. આચાર્યએ અભયને કહ્યું. અભયકુમારે કહ્યું – તમે વિશ્વસ્ત થઈને રહો, હું લોકોને કોઈ ઉપાયથી નિવારીશ. ત્રણ રત્નોની કોટિ સ્થાપી, નગરમાં ઉદ્ઘોષણા કરાવી, લોકો ભેગા થયા. અભયે કહ્યું કે જો કોઈ અગ્નિ, પાણી, સ્ત્રીનો ત્યાગ કરે તો હું તેને આ ત્રણે રત્નોની કોટિ આપી દઈશ. લોકો બોલ્યા – આ ત્રણ વિના સુવર્ણકોટિથી પણ શું લાભ? અભયે કહ્યું – તો પછી ‘આ ભિખારીએ દીક્ષા લીધી’ તેમ કેમ કહો છો? નિરર્થક દીક્ષા લેનારે પણ આ ત્રણ કોટિ સુવર્ણનો ત્યાગ કર્યો જ છે ને? લોકોને પ્રતીતિ થઈ કે અર્થહિને પણ આ ત્રણ તો તજેલ જ છે ને!
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit