Dasaveyaliya 186
Dasaveyāliya: ṭīkānusārī vivecana 186
- Language
- Gujarati
186
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૭ થી ૨૬ [૩/૧૭ થી ૨૬]
[૧૭] જેનો આત્મા સંયમમાં સુસ્થિત છે, જે વિપ્રમુક્ત છે. જે ત્રાતા છે, તે નિર્ગ્રન્થ મહર્ષિને માટે આ અનાચીર્ણ-અગ્રાહ્ય છે.
[૧૮ થી ૨૫] અનાચીર્ણો ના નામો – ઔદ્દેશિક, ક્રીત, નિત્યાગ્ર, અભિહૃત, રાત્રિભક્ત, સ્નાન, ગંધ, માલ્ય, વીંઝણો, સંનિધિ, ગૃહિમાત્ર, રાજપિંડ, કિમિચ્છક, સંબાધન, દંતધાવન, સંપૃચ્છણા, અષ્ટાપદ, નાલિકા, છત્રધારણ, ચિકિત્સાધર્મ, ઉપાનત્, જ્યોતિસમારંભ, શય્યાતર પિંડ, આસંદી, પર્યંક, ગૃહાંતરનિષદ્યા, ગાત્ર ઉદ્વર્તન, ગૃહી વૈયાવચ્ચ, આજીવવૃત્તિતા, તપ્તાનિર્વૃતભોજિત્વ, આતુર સ્મરણ, અનિર્વૃત્તમૂલક, શૃંગભેર, ઈક્ષુખંડ, સચિત્તકંદ, સચિત્તમૂલ, કાયા ફળ, બીજ, અપક્વ સૌવર્ચલ, સેંઘલનામક, રુમા લવણ, સામુદ્રીનામક, પાંશુ ક્ષાર, કાલાલવણ, ધૂપન, વમન, વસ્તિકર્મ, વિરેચન, અંજન, દંતધાવન, ગાત્રાભ્યંગ, વિભૂષણ.
[૨૬] જે સંયમમાં ઉદ્યુક્ત છે, લઘુભૂતવિહારી છે, નિર્ગ્રન્થમહર્ષિ છે, તેમના માટે આ બધું અનાચીર્ણ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit