Pramāṇa · Search · About · API

Dasaveyaliya 187

Dasaveyāliya: ṭīkānusārī vivecana 187

Language
Gujarati

187

વિવેચન–૧૭ થી ૨૬
અહીં સંહિતાદિ ક્રમ સુગમ છે. તેથી ભાવાર્થ કહે છે – સંયમ - દ્રુમપુષ્પિકામાં બતાવેલ સ્વરૂપવાળા શોભન પ્રકારે આગમની રીતિથી જેનો આત્મા સુસ્થિત છે, તે સુસ્થિતાત્મા. જે વિશેષ પ્રકારે બાહ્ય અભ્યંતર પરિગ્રહથી વિપ્રમુક્ત, પોતાને તથા બીજાને અને ઉભયને દુઃખથી રક્ષે છે. પોતાને રક્ષે તે પ્રત્યેકબુદ્ધ, પરને રક્ષે તે તીર્થંકર. કેમકે પોતે તરેલા છે, સ્વ-પરને તારનારા તે સ્થવિરો. તેમને આ કહેવાનાર (બાબતો) અકલ્પ્ય છે. કોને? સાધુને. મહર્ષિ એટલે યતિ. અથવા મોટું શીલ. તે આદરવાની ઈચ્છાથી મહર્ષિ - X - અહીં એમ જાણવું કે જેઓ સંયમમાં સુસ્થિત છે, તે જ વિપ્રમુક્ત છે. - X - એ પ્રમાણે બધે કહેવું. બીજા પશ્ચાનુપૂર્વીથી કહે છે – મહર્ષિ છે માટે જ નિર્ગ્રન્થ છે, ઈત્યાદિ.
હવે અનાચરિત કહે છે – (૧) ઔદ્દેશિક - સાધુને આશ્રીને દેવા માટે બનાવેલ તે. (૨) ક્રીત - સાધુ-સાધ્વી માટે ખરીદ કરેલ તે. (૩) નિયગ - આમંત્રિત પિંડનું નિત્ય ગ્રહણ. (૪) અભિહડ - પોતાના ગામથી સાધુ નિમિત્તે સામું લાવીને આપે. અહીં સ્વગ્રામ, પરગ્રામ આદિ ઘણાં ભેદોવાળું જાણવું. (૫) રાત્રિભોજન - દિવસે લીધેલું રાત્રે ખાય વગેરે ચાર ભંગો.
(૬) સ્નાન - દેશથી કે સર્વથી. દેશ સ્નાન તે કાળ-મૂત્રના સ્થાન સિવાય બીજા સ્થાને ધોવું, આંખની પાંપણ પણ ધોવે તે દેશ સ્નાન. સર્વ સ્નાન પ્રસિદ્ધ છે. (૭ થી ૯) ગંધમાં કોષ્ઠપુટાદિ, માલ્યમાં માળા, વીંઝણો-પંખો - X - (૧૦) સંનિધિ - જેનાથી આત્મા દુર્ગતિમાં લઈ જવાય તે - ઘી, ગોળ આદિનો સંચય. (૧૧) ગૃહસ્થના વાસણ. (૧૨) રાજપિંડ - રાજનો આહાર - X - (૧૩) સંબાધન - હાડકાં, માંસ, ચામડી, રોગ એ ચારેના સુખ માટે મર્દન. (૧૪) દંત ધાવન - આંગળી આદિથી દાંતને સાફ કરવા. (૧૫) સંપ્રશ્ન - સાવદ્ય, ગૃહસ્થને આશ્રીને કેમ ચાલે છે? અથવા હું કેવો લાગું છું ઈત્યાદિ. (૧૬) દેહપ્રલોકન - અરિસા આદિમાં જોવું. અહીં ઔદ્દેશિકથી વીંઝણા સુધીના દોષો આરંભ પ્રવર્તન રૂપ છે. સંનિધિથી દેહ પ્રલોકન સુધીના પરિગ્રહ અને પ્રાણાતિપાતાદિ છે. તે સ્વ-બુદ્ધિએ વિચારવા.
(૧૭) અષ્ટાપદ - જુગાર કે ગૃહસ્થને ધન કમાવવાનું બતાવવું તે. (૧૮) નાલિકા - એક જાતનો જુગાર - X - X - (૧૯) છત્રધારણ - પોતાના કે બીજાના માટે તે અનર્થનું કારણ છે, તે આગાઢ કે ગ્લાનાદિ કારણ સિવાય અનાચરિત છે. (૨૦) ચિકિત્સા - વ્યાધિનો ઉપાય કરવો તે. (૨૧) ઉપાનહ - પગના જૂતા, આપત્તિ સિવાય અનાચરિત છે. (૨૨) સમારંભ - અગ્નિનો આરંભ કરવો તે. અષ્ટાપદાદિ દોષો જાણીતા છે.
(૨૩) શય્યાપરપિંડ - શય્યા એટલે વસતિ આપીને તરે તે, તેનો પિંડ લેવો તે. (૨૪, ૨૫) આસંદ પલ્યંક - માંચી અને પલંગ. (૨૬) ગૃહાંતર નિષદ્યા - બે ઘરની વચ્ચે કે ઘરમાં બેસવું તે. (૨૭) ગાત્ર ઉદ્વર્તન - કાયાનો મેલ ઉતારવો. (૨૮) ગૃહસ્થ વૈયાવચ્ચ - ગૃહસ્થને અન્ન આદિ આપવા. (૨૯) આજીવ વૃતિતા - જાતિ, કુળ, ગણ, શિલ્પથી વૃત્તિ કરવી, જાતિ આદિ બતાવી પેટ ભરવું. (૩૦) તપ્ત અનિવૃત્ત ભોજીત્વ - ત્રણ ઉકાળા ન થયા હોય તેવું પાણી, મિશ્ર કે સચિત્ત પાણી વાપરવું.
(૩૧) આતુર સ્મરણ - ભૂખ આદિથી પીડિત તે પૂર્વે ખાધેલનું સ્મરણ કરે. અથવા દોષિતને શરણ આપવું. (૩૨ થી ૩૪) મૂલક - મૂળો, શૃંગબેર - આદુ, ઈક્ષુ ખંડ - શેરડીના ગાંઠા. (૩૫) કંદ - વજ્રકંદાદિ. (૩૬) મૂળ - સટ્ટામૂલ આદિ, સચિત્ત હોય તે. (૩૭) ત્રપુષી - કાકડી. (૩૮) બીજ - તિલાદિ, સચિત્ત હોય તે અનાચરિત છે. (૩૯) સંચળ, (૪૦) સૈંધવ, (૪૧) સાંભરી લવણ, (૪૨) રૂમા લવણ, (૪૩) સમુદ્ર લવણ,
(૪૪) ખાંર લવણ, (૪૫) કૃષ્ણ લવણ. આ બધાં લવણ કાચા હોય તો અનાચરિત છે. (૪૬) ધૂપન - શરીર, વસ્ત્રાદિને ધૂપ દેવો તે કે ધૂમપાન. (૪૭) મીંઢળ આદિથી વમન. (૪૮) પુંઠમાં સ્નેહદાન દ્વારા બસ્તિ કર્મ. (૪૯) વિરેચન - જુલાબ. (૫૦) દાંતણ, (૫૧) આંજણ, (૫૨) તૈલાદિથી શરીરનું અભ્યંગન, (૫૩) વિભૂષા.
હવે ક્રિયા સૂત્ર કહે છે – ઉપરોક્ત ઔદ્દેશિકાદિ બધાં અનાચરિત છે. કોને? નિર્ગ્રન્થ મહર્ષી અર્થાત્‌ સાધુને. તે સાધુ કેવા છે? સંયમ અને તપથી યુક્ત. વાયુ માફક અપ્રતિબદ્ધ. વિહાર કરનાર, તેમને ઉક્ત બધું અનાચરિત છે. તેથી તે સાધુઓ કેવા થાય છે?

Linked texts (1)