Pramāṇa · Search · About · API

Dasaveyaliya 193

Dasaveyāliya: ṭīkānusārī vivecana 193

Language
Gujarati

193

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૧૭, ૨૧૮ + વિવેચન [૪/૨૧૭, ૨૧૮ + વિવેચન]
જીવ અને અજીવનું સ્વરૂપ જેમાં સમજાય તે જીવાજીવાભિગમ. સ્વરૂપ બતાવે પછી જાણપણું થાય. ચારિત્રધર્મ - પ્રાણાતિપાત આદિ નિર્વૃત્તિ રૂપ. યતના - પૃથ્વી આદિમાં આરંભના ત્યાગરૂપ યત્ન કરવો તે. ઉપદેશ - જે રીતે આત્મા ન બંધાય ઈત્યાદિ વિષય રૂપ. ધર્મફલ અનુત્તર જ્ઞાનાદિ. આ છ જીવનિકાયના અધિકારો છે. હવે નિક્ષેપ કહે છે - X - X - નામ નિષ્પન્ન નિક્ષેપ તે આ ‘છ જીવનિકાય’ છે. તેમાં છ, જીવ નિકાય એ ત્રણે પદોની વ્યાખ્યા કહીશ. તેમાં એકના અભાવે છએનો અભાવ થાય તેથી પહેલાં એકની પ્રરૂપણા કરે છે –