Pramāṇa · Search · About · API

Dasaveyaliya 194

Dasaveyāliya: ṭīkānusārī vivecana 194

Language
Gujarati

194

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૧૯, ૨૨૦ + વિવેચન [૪/૨૧૯, ૨૨૦ + વિવેચન]
નામ, સ્થાપના, દ્રવ્ય૦ ઈત્યાદિ અધિકાર પહેલાં અધ્યયનમાં કહેલ હોવાથી અહીં કહેતા નથી. હવે સંગ્રહમાં બે આદિને છોડીને ‘છ’ની પ્રરૂપણા કહે છે - તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય - છ - સચિત્તાદિ ભેદે છે. ક્ષેત્ર છ - છ આકાશ પ્રદેશ અથવા ભરતાદિ છે. કાળ છ - છ સમય કે છ ઋતુ જાણવી. ભાવ છ - ઔદયિકાદિ છ ભાવ છે. અહીં સચિત્ત દ્રવ્ય - છ થી અધિકાર છે. - X - હવે જીવ પદને કહે છે –