Pramāṇa · Search · About · API

Dasaveyaliya 195

Dasaveyāliya: ṭīkānusārī vivecana 195

Language
Gujarati

195

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૨૧, ૨૨૨ + વિવેચન [૪/૨૨૧, ૨૨૨ + વિવેચન]
આ બે દ્વારગાથા છે. (૧) જીવનો નિક્ષેપો તે નામાદિ છે. (૨) પ્રરૂપણા બે ભેદે છે - જીવાદિ રૂપ અને લક્ષણ આદાનાદિ છે. (૩) અસ્તિત્વ તે સત્વ શુદ્ધ પદવાચ્યત્વાદિ છે. (૪) દેહથી અન્યત્વ છે. (૫) સ્વતઃ અન્યત્વ, (૬) વિકાર ન હોવાથી નિત્યત્વ. (૭) સ્વકર્મના ફળ ભોગથી કર્તૃત્વ. (૮) ત્યાં તેના ચિહ્નની ઉપલબ્ધિથી દેહવ્યાપિત્વ, (૯) યોગાદિથી ગુણીત્વ, (૧૦) અગુરુ લઘુભાવી ઉર્ધ્વગતિત્વ, (૧૧) વિકાર રહિતત્વથી નિર્માયતા, (૧૨) કર્મનું ફળ તે સફળતા, (૧૩) પરિમાણ - લોકાકાશ માત્ર ઈત્યાદિ. એ રીતે જીવની ત્રિકાળ વિષયક પરીક્ષા થાય છે, તે કરવી. સંક્ષેપાર્થ કહ્યો. હવે વિસ્તાર ભાષ્યથી જાણવો.