Dasaveyaliya 279
Dasaveyāliya: ṭīkānusārī vivecana 279
- Language
- Gujarati
279
‘દશવૈકાલિક’ સૂત્ર–૭૮ થી ૮૩ [૫/૧/૭૮ થી ૮૩]
[૭૮] આગળ યુગપ્રમાણ પૃથ્વીને જોતો તથા બીજ, વનસ્પતિ, પ્રાણી, અચિત્ત જળ અને માટીને વર્જતો ચાલે.
[૭૯] અન્ય માર્ગ હોય તો સાધુ ખાડા વગેરે વિષમ ભૂમિભાગ, ઠુંઠા અને કાદવવાળા માર્ગને છોડી દે, તેને સંક્રમીને ઉપરથી ન જાય.
[૮૦] તે ખાડા આદિથી પડતો કે સ્ખલિત થતો પ્રાણી અને ભૂતોથી કે ત્રસ-સ્થાવરની હિંસા કરે છે.
[૮૧] તેથી સુસમાહિત સંયમી સાધુ અન્ય માર્ગ હોય તો તે માર્ગથી ન જાય, માર્ગ ન હોય તો જયણાપૂર્વક તે માર્ગે જાય.
[૮૨] સંયમી સાધુ અંગારા, રાખ, તુષના ઢગલાં અને છાણ ઉપર સચિત્ત રજયુક્ત પગથી તેને અતિક્રમીને ન જાય.
[૮૩] વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડી રહ્યું હોય, મહાવાત ચાલતો હોય, માર્ગમાં તિર્યંચ સંપાતિમ જીવ ઉડતા હોય તો ભિક્ષાર્થે ન જાય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit