Dasaveyaliya 278
Dasaveyāliya: ṭīkānusārī vivecana 278
- Language
- Gujarati
278
વિવેચન–૭૬, ૭૭
શોભન પ્રકારે સ્વાધ્યાય-કરણાદિથી વખત જતાં ભિક્ષા સમયે ભોજન-પાન શોધે. આમ કહીને કાળ ન હોય ત્યારે ગૌચરી જવાનો નિષેધ કર્યો. અલાભ અને આજ્ઞાખંડન વડે દૃષ્ટાદૃષ્ટનો વિરોધ થાય. ગોચરી વેળાએ આકુળ ન થવું, પણ ઉપયોગ રાખીને ચાલવું, અન્યથા નહીં. પિંડ અને શબ્દાદિમાં ગૃદ્ધ ન થાય. વિહિત અનુષ્ઠાન કરે, હવે કહેવાનાર ક્રમે સાધુને યોગ્ય ભાત અને ઓસામણ આદિ શોધે. જ્યાં જે રીતે ગવેષણા કરે, તે કહે છે – તે સંભ્રમ અને મૂર્ચ્છારહિત થઈ ગામમાં, નગરમાં, કર્બટ આદિમાં ગાયના ચરવાની માફક ચાલતો ઉત્તમ, મધ્યમ, અધમ કુળોમાં રાગ-દ્વેષ કર્યા વિના ભિક્ષાટન કરે. પ્રધાન એવો મુનિ અભ્યાહૃત, આધાકર્મ આદિનો ત્યાગ કરીને તેમાં વર્તે તે ભાવસાધુ ધીમે-ધીમે ચાલે, પ્રશાંત રહે, પરીષહાદિથી ડરે નહીં. એષણામાં ઉપયોગ રાખીને ચાલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit