Dasaveyaliya 294
Dasaveyāliya: ṭīkānusārī vivecana 294
- Language
- Gujarati
294
વિવેચન–૧૦૫ થી ૧૦૯
કોઈ બીજા વાસણમાં નાંખીને વહોરાવે, તે પ્રાસુક હોય તો પણ વર્જે. તેમાં પ્રાસુક પ્રાસુકમાં નાંખે, પ્રાસુક અપ્રાસુકમાં નાંખે, અપ્રાસુકમાં પ્રાસુક નાંખે અને અપ્રાસુકમાં અપ્રાસુક નાંખે. તેમાં જે પ્રાસુકમાં પ્રાસુક નાંખે તેમાં પણ થોડામાં થોડું, થોડામાં ઘણું, ઘણામાં થોડું, ઘણામાં ઘણું નાંખે, ઈત્યાદિ પિંડનિર્યુક્તિથી જાણવું. તથા વાસણમાં નાંખી અદેય છ જીવનિકાયમાં આપે, સચિત્ત સંઘટ્ટ કરીને આપે ઈત્યાદિ - X - સાધુ ગ્રહણ ન કરે.
પાણીને પોતાની સન્મુખ હલાવીને આપે ઈત્યાદિ. અહીં પાણીમાં નિયમથી અનંત વનસ્પતિ હોય તે પ્રાધાન્ય જણાવવા સચિત્તને ઘટ્ટન કરીને કહેવા છતાં ભેદ વડે લીધું - X - X - તેથી પાણીને ચલન કરીને - દુઃખ આપીને વહોરાવે. જેમકે ભાતનું ઓસામણ વગેરે, આવી ગ્રહણ ન કરે. પૂર્વકર્મ - સાધુ નિમિત્ત પહેલાં હાથ ધુવે. ઈત્યાદિનો નિષેધ કરે. એ પ્રમાણે કાચા પાણીવાળા ભીના હાથેથી, પાણીના ટીપા પડતા હોય, સસ્નિગ્ધ હાથેથી - કંઈક ભીના હાથ હોય, પૃથ્વીરાજથી યુક્ત હાથ વડે, કાદવયુક્ત હાથથી, એ પ્રમાણે ખાર આદિવાળા હાથે પણ કહેવું. તેમાં ઊષ - ક્ષાર ઈત્યાદિ. બાકી સુગમ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit