Dasaveyaliya 333
Dasaveyāliya: ṭīkānusārī vivecana 333
- Language
- Gujarati
333
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૧૧ થી ૨૧૬ [૫/૨/૨૧૧ થી ૨૧૬]
[૨૧૧] પોતાના સંયમની રક્ષા કરતો સાધુ દારૂ, મેરક કે બીજા કોઈ પ્રકારના માદક રસ આત્મસાક્ષીથી ન પીવે.
[૨૧૨] મને કોઈ જાણતું-જોતું નથી એમ વિચારી એકાંતમાં એકલો દારુ પીવે છે, તે ચોર છે, તેના દોષ તમે જુઓ અને માયાચાર મારી પાસે સાંભળો.
[૨૧૩] તે ભિક્ષુની આસક્તિ, માયા-મૃષા અપયશ, અતૃપ્તિ અને અસાધુતા સતત વધી જાય છે.
[૨૧૪] જેમ ચોર સદા ઉદ્વિગ્ન રહે છે, તેમજ દુર્મતિ સાધુ પોતાના દુષ્કર્મોથી સદા ઉદ્વિગ્ન રહે છે. આવો મદ્યપાયી મુનિ મરણાંત સમયમાં પણ સંવર આરાધી ન શકે.
[૨૧૫] તે નથી આચાર્યની આરાધના કરી શકતો, નથી શ્રમણોની. ગૃહસ્થ પણ તેને દુશ્ચરિત્ર જાણી, તેની નિંદા કરે છે.
[૨૧૬] આ પ્રમાણે અગુણપ્રેક્ષી અને ગુણોનો ત્યાગ કરનાર સાધુ મરણાંતે પણ સંવર ન આરાધી શકે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit