Pramāṇa · Search · About · API

Dasaveyaliya 332

Dasaveyāliya: ṭīkānusārī vivecana 332

Language
Gujarati

332

વિવેચન–૨૦૮ થી ૨૧૦
સ્વપક્ષની ચોરીના પ્રતિશોધન માટે કહે છે – કોઈ અત્યંત જઘન્ય, ઉત્કૃષ્ટ આહાર પામીને, આસક્તિથી ‘હું જ ખાઈ જઉં’ એથી અંતપ્રાંતાદિ આહારથી ઢાંકી દે છે. શા માટે? જો આ આહાર બતાવીશ તો આચાર્યાદિ પોતે જ લઈ લેશે. હવે આનો દોષ કહે છે – પોતાના માટે જ ઘણાં પાપ પ્રધાન છે જેને તે આત્માર્થ ગુરુર્લુબ્ધ થઈ ક્ષુદ્ર ભોજનમાં ઘણાં પાપ માયા વડે કે દારિદ્ર વડે કરે છે. આ પરલોક સંબંધી દોષ છે. આલોક સંબંધી દોષ કહે છે – આવા કોઈ આહારથી આલોકમાં પણ ધૃતિ ન પામે. અનંત સંસારીપણાને પામે છે. એ પ્રમાણે પ્રત્યક્ષ અપહાર કહ્યો. હવે પરોક્ષ કહે છે – કદાચ કોઈને પૂર્વવત્‌ આવા વિવિધ પાન-ભોજન મળે તો માર્ગમાં સારો-સારો આહાર ખાઈ લે અને વર્ણાદિ રહિત અમ્બખલ આદિ, વિગત રસ - ઠંડા ભાત વગેરે વસતિમાં લાવે.
તે આવું શા માટે કરે? બાકીના સાધુઓ એમ જાણે કે આ સાધુ મોક્ષાર્થી છે, લાભ-અલાભને સમાનપણે સેવે છે. અસાર અને રૂક્ષ ભોજન ખાઈને સંતોષ માને છે. આ પણ બધું શા માટે કરે? તે કહે છે – પૂજાર્થે.
આમ કરતાં બંને પક્ષમાં પૂજા થશે તેમ માને. યશને પામવાને. માન-સન્માનની ઈચ્છાથી એ પ્રમાણે કરે. તેમાં માન - વંદન, અભ્યુત્થાનાદિ નિમિત્ત. સન્માન - વસ્ત્ર, પાત્રાદિ લાભ નિમિત્ત. એવો તે ઘણાં જ પ્રધાન સંક્લેશના યોગથી વર્તે છે, તેના ભારે પાપકર્મની આલોચના ન કરીને ભાવશલ્ય કરે છે.

Linked texts (1)