Dasaveyaliya 335
Dasaveyāliya: ṭīkānusārī vivecana 335
- Language
- Gujarati
335
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૧૭ થી ૨૨૦ [૫/૨/૨૧૭ થી ૨૨૦]
[૨૧૭, ૨૧૮] જે મેધાવી અને તપસ્વી સાધુ તપ કરે છે. પ્રણીત રસનો ત્યાગ કરે છે. જે મદ્ય અને પ્રમાદથી વિરત છે. અહંકાર રહિત છે, અનેક સાધુ દ્વારા પૂજિત વિપુલ અને અર્થસંયુક્ત કલ્યાણને સ્વયં જુઓ અને હું તેના ગુણોનું કીર્તન કરીશ. તે મારી પાસેથી સાંભળો.
[૨૧૯] આ પ્રમાણે ગુણપ્રેક્ષી અને અગુણના ત્યાગી શુદ્ધાચારી સાધુ મરણાંતકાળે સંવરની આરાધના કરે છે.
[૨૨૦] આચાર્યને આરાધે છે, શ્રમણોને પણ આરાધે છે. ગૃહસ્થો પણ તેને તેવા પ્રકારે શુદ્ધાચારી જાણે છે, તેથી તેની પૂજા કરે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit