Dasaveyaliya 336
Dasaveyāliya: ṭīkānusārī vivecana 336
- Language
- Gujarati
336
વિવેચન–૨૧૭ થી ૨૨૦
જો એમ છે તો આ દોષના પરિહારથી - તપ સૂત્ર કહે છે. મર્યાદાવર્તી સાધુ તપ કરે છે. સ્નિગ્ધને વર્જે છે, ઘૃતાદિને તજે છે. મદ્ય અને પ્રમાદથી વિરત રહે છે. ક્લિષ્ટ સત્વ જેવા અકૃત્ય નથી અને ‘હું તપસ્વી છું’ તેવું અભિમાન ન કરે. આવા પ્રકારના સાધુનું કલ્યાણ - ગુણ સંપત્તિરૂપ સંયમ જુઓ. શું વિશિષ્ટ છે, તે કહે છે – અનેક સાધુ વડે સેવિત કે આચરિત, વિપુલ મોક્ષ સુખ આપનાર, તુચ્છતાદિના પરિહારથી નિરૂપમ સુખરૂપ મોક્ષ સાધનત્વથી હું તેની સ્તુતિ કરીશ તે મારી પાસેથી સાંભળો.
એ પ્રમાણે સાધુ અપ્રમાદાદી ગુણોને જુઓ તથા તથા પ્રમાદાદી અગુણો તજનાર, શુદ્ધવૃત્તિ, ચરમકાળે પણ ચારિત્રને સદૈવ કુશળ બુદ્ધિથી આરાધે છે. - X - તથા શુદ્ધ ભાવથી આચાર્ય અને શ્રમણોને આરાધે છે. ગૃહસ્થો પણ તે સાધુને ભાવશુદ્ધ જાણીને પૂજે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit