Pramāṇa · Search · About · API

Dasaveyaliya 338

Dasaveyāliya: ṭīkānusārī vivecana 338

Language
Gujarati

338

વિવેચન–૨૨૧ થી ૨૨૪
સ્તેન અધિકારથી આ કહે છે – તપ, વચન આદિના ચોર ક્રિયાને પાળવા છતાં, તેવા ભાવદોષથી કિલ્બિષિક કર્મ બાંધે છે. તપનો ચોર - તપ ન કરતો હોવા છતાં તપસ્વી સમાન જણાતા કોઈ પૂછે કે તમે તે ક્ષપક છો? પૂજાદિ અર્થે કહે કે – હા, અથવા સાધુઓ તપસી જ હોય, અથવા મૌન રહે.
એ પ્રમાણે વાણીનો ચોર - ધર્મકથનાદિ તુલ્ય હોય, રૂપનો ચોર તે રાજપુત્રાદિ તુલ્ય હોય, આચારનો ચોર - વિશિષ્ટ આચારવત્‌ તુલ્ય. ભાવનો ચોર - બીજાએ કહેલાં સિદ્ધાંત રહસ્યને પોતાના નામે કહે. આવો સાધુ દેવત્વ પામે તો પણ તેવા ક્રિયાપાલનથી કિલ્બિષિકપણે ઉત્પન્ન થાય. અવિશુદ્ધ અવધિને કારણે તે ત્યાં પણ જાણતો નથી કે આ મારા કયા કર્મનું ફળ છે?
બીજા દોષો કહે છે – દેવલોકથી ચ્યવીને બોબડો મનુષ્ય થાય, પરંપરાએ નરક અને તિર્યંચ યોનિ પામે છે. તેને સર્વ સંપત્તિ નિબંધન રૂપ જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. - X - હવે ઉપસંહાર કરતા કહે છે – અનંતરોક્ત કિલ્બિષિકત્વાદિ પ્રાપ્તિરૂપ દોષ શ્રામણ્યમાં લાગતા જોઈને ભગવંત વર્ધમાને કહ્યું કે – સાધુ માયામૃષાવાદ છોડે.

Linked texts (1)