Pramāṇa · Search · About · API

Dasaveyaliya 337

Dasaveyāliya: ṭīkānusārī vivecana 337

Language
Gujarati

337

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૨૧ થી ૨૨૪ [૫/૨/૨૨૧ થી ૨૨૪]
[૨૨૧] જે સાધુ તપ ચોર, વચન ચોર, રૂપ ચોર, આચાર અને ભાવનો ચોર છે, તે કિલ્બિષિક દેવયોગ્ય કર્મ કરે છે.
[૨૨૨] દેવત્વ પ્રાપ્ત થવા છતાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયેલો તે, ત્યાં જાણતો નથી કે આ મારા કયા કૃત્યનું ફળ છે?
[૨૨૩] ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં એડમૂકતા અથવા નરક કે તિર્યંચ યોનિને પામશે. ત્યાં તેને બોધિ અતિ દુર્લભ થાય છે.
[૨૨૪] આ દોષને જાણીને જ્ઞાતપુત્ર મહાવીરે કહેલ છે કે - મેઘાવી અણુમાત્ર પણ માયામૃષા ન સેવે.

Linked texts (1)