Dasaveyaliya 352
Dasaveyāliya: ṭīkānusārī vivecana 352
- Language
- Gujarati
352
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૬૦, ૨૬૧ + વિવેચન [૬/૨૬૦, ૨૬૧ + વિવેચન]
કામ ઓઘથી ચોવીશ ભેદે છે. તેમાં સંપ્રાપ્ત ચૌદ પ્રકારે છે અને અસંપ્રાપ્ત દશ ભેદે છે. સંક્ષેપમાં કહ્યું. હવે વિસ્તારથી કહે છે. તેમાં અલ્પતર વક્તવ્યતાથી પહેલાં અસંપ્રાપ્ત કામ કહે છે – જોયા વિના માત્ર કાને સાંભળીને તે તરફ કાન ખેંચાય. તેમાં અહો રૂપ આદિ ગુણ એ અભિનિવેશથી ચિંતન તે ચિંતા, શ્રદ્ધા - તેના સંગમનો અભિલાષ, સંસ્મરણ - સંકલ્પિત રૂપનું આલેખનાદિ દર્શન. તેના વિયોગમાં આહાર વગેરે વગેરે ઉપર અરતિ થાય. લજ્જાનો નાશ - વડીલના દેખતાં પણ દુરાચાર પ્રશંસે, પ્રમાદ - તેના માટે જ સર્વ આરંભમાં પ્રવર્તવું - ઉન્માદ - નષ્ટ ચિત્તથી જેમ-તેમ બોલે. ભાવનાસ્તંભ આદિને પણ સ્ત્રીના આલિંગનની બુદ્ધિથી ભેટવું.