Pramāṇa · Search · About · API

Dasaveyaliya 353

Dasaveyāliya: ṭīkānusārī vivecana 353

Language
Gujarati

353

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૬૨, ૨૬૩ + વિવેચન [૬/૨૬૨, ૨૬૩ + વિવેચન]
શોકના અતિરેકથી મરણ થવું તે અસંપ્રાપ્ત કામનો દશમો ભેદ છે.
૦ હવે કામ સંપ્રાપ્ત થતાં જ ચૌદ ભેદે છે, તે સંક્ષેપથી કહે છે – (૧) પ્રાપ્ત થતાં પહેલાં સ્ત્રીના સ્તન આદિનું અવલોકન કરે તે દૃષ્ટિ સેવા. અથવા દૃષ્ટિથી દૃષ્ટિનું મિલન. (૨) સંભાષણ - ઉચિત કાળે કામકથા કરે. (૩) હસિત - વક્રોક્તિ. (૪) લલિત - પાશકાદિ ક્રીડા. (૫) ઉપ-ગૂહિત, (૬) દંતનિપાત, (૭) નખનિપાત - નખથી ઘટ્ટનાદિ, (૮) ચુંબન, (૯) આલિંગન - કંઈક સ્પર્શ કરવો, (૧૦) આદાન - સ્તનાદિ ગ્રહણ. (૧૧) કર - નાગરકાદિ પ્રારંભ યંત્ર, (૧૨) આસેવન - મૈથુનક્રીડા, (૧૩) સંગ, (૧૪) અનંગ ક્રીડાદિ - X - કામ કહ્યો. હવે ધર્મ આદિના સપત્નતા અને અસપત્નતા કહે છે –