Pramāṇa · Search · About · API

Dasaveyaliya 428

Dasaveyāliya: ṭīkānusārī vivecana 428

Language
Gujarati

428

૦ વાક્યશુદ્ધિ અધ્યયન કહ્યું. હવે ‘આચાર-પ્રણિધિ’ કહે છે. તેનો સંબંધ છે – અનંતર અધ્યયનમાં સાધુએ વચનના ગુણ-દોષ જાણીને નિર્દોષ વચન બોલવું એમ કહ્યું. અહીં તે નિરવદ્ય વચન આચારમાં પ્રણિહિતને હોય છે, તેમાં યત્નવાન્‌ થવું જોઈએ એમ કહે છે. કહ્યું છે કે – પ્રણિધાન રહિત નિરવદ્ય વચન પણ સાવદ્યતુલ્ય જાણવું, આત્મામાં રહીને જે બોલે તે જ સંવૃત્ત વચન છે. આ સંબંધે આ અધ્યયન આવેલ છે. - X - ‘આચાર પ્રણિધિ’ એ દ્વિપદ નામ છે. આચારનો અતિદેશ કરી પ્રણિધિ કહે છે –

Linked texts (1)