Pramāṇa · Search · About · API

Dasaveyaliya 427

Dasaveyāliya: ṭīkānusārī vivecana 427

Language
Gujarati

427

વિવેચન–૩૪૮ થી ૩૫૦
વાક્યશુદ્ધિનું ફળ કહે છે – સદ્વાક્ય શુદ્ધિ કે સ્વવાક્ય શુદ્ધિને રાખીને સાધુ બોલે અને યથોક્ત લક્ષણા દુષ્ટ વાણીનો ત્યાગ કરે. સ્વર અને પરિમાણથી મિત, દેશ કાળથી અદુષ્ટ અને વિચારીને બોલે તો સાધુની મધ્યે પ્રશંસા પામે છે. તેથી ઉક્ત લક્ષણા દોષો અને ગુણોને યથાવત્‌ જાણીને તે દુષ્ટ ભાષાનો સદા પરિવર્જક થઈ, છ જીવનિકાયમાં સંયત થઈ, શ્રમણભાવમાં ચારિત્ર પરિણામમાં પ્રવૃત્તિ કરે. સર્વકાળ ઉદ્યુક્ત રહે, એ રીતે બોલે જે પરિણામે સુંદર અને મનોહારી હોય.
હવે ઉપસંહાર કરતાં કહે છે – વિચારીને બોલનાર તથા સુપ્રણિહિત ઈન્દ્રિય, ક્રોધાદિ નિરોધકર્તા, દ્રવ્યભાવથી નિશ્રારહિત અર્થાત્‌ પ્રતિબંધ વિમુક્ત એવો તે પાપમાલ - જન્માંતરકૃત કર્મોને દૂર કરીને મનુષ્યલોકમાં વાણીસંયમથી માન પામે છે, પરલોકનો આરાધક થાય છે, અનંતર કે પરંપર ભવે મોક્ષ પામે છે.

Linked texts (1)