Pramāṇa · Search · About · API

Dasaveyaliya 430

Dasaveyāliya: ṭīkānusārī vivecana 430

Language
Gujarati

430

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૯૫ થી ૨૯૯ + વિવેચન [૮/૨૯૫ થી ૨૯૯ + વિવેચન]
દ્રવ્ય વિષયક પ્રણિધિ તે નિધાનાદિ જમીનમાં દાટ્યા હોય તે આદિ શબ્દ ભેદ સૂચક છે. માયા પ્રયુક્ત આ દ્રવ્યો તે દ્રવ્ય પ્રણિધિ. જેમકે પુરુષ સ્ત્રીના વેશે પ્રલાયનાદિ કરે તે. ભાવ પ્રણિધિ બે ભેદે – ઈન્દ્રિય પ્રણિધિ અને નોઈન્દ્રિય પ્રણિધિ. ઈન્દ્રિય પ્રણિધિ બે ભેદે - પ્રશસ્ત અને નોપ્રશસ્ત.
પ્રશસ્ત ઈન્દ્રિય પ્રણિધિ – શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. આ ઈન્દ્રિયોના ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં ચક્ષુ આદિ ઈન્દ્રિયો રાગ કે દ્વેષ ન કરી માધ્યસ્થ લક્ષણ રહે તે પ્રશસ્ત ઈન્દ્રિય પ્રણિધિ છે. અન્યથા અપ્રશસ્ત છે. તેમાં દોષ કહે છે – શ્રોત્રેન્દ્રિય રજ્જ વડે, સાંકળ વડે બાંધે, તેમ શબ્દ ગૃદ્ધ જીવ શબ્દગુણ સમુત્થિત દોષને અનુપયુક્ત થઈને ગ્રહણ કરે. તેથી વધ, બંધાદિ પામે છે. હવે બાકીની ઈન્દ્રિયોનો અતિદેશ કરીને કહે છે –
જેમ આ શબ્દ વિષયક શ્રોત્રેન્દ્રિયને આશ્રીને દોષ કહ્યો, એ જ ક્રમ ચક્ષુ આદિ ચારે ઈન્દ્રિયો વડે દોષ કહેવો. તેના માટે દૃષ્ટાંત કહે છે – જે સાધુને ઈન્દ્રિયો દુષ્પ્રણિહિત હોય, તો તેનું કરેલું તપ મોક્ષમાં ન લઈ જતાં ઊલટે માર્ગે લઈ જાય છે. જેમ અસ્વવશ અશ્વો વડે સારથી અને રથને લઈ જાય છે. ઈન્દ્રિય પ્રણિધિ કહી.
હવે નોઈન્દ્રિય પ્રણિધિ કહે છે –