Dasaveyaliya 431
Dasaveyāliya: ṭīkānusārī vivecana 431
- Language
- Gujarati
431
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૦૦ થી ૩૦૪ + વિવેચન [૮/૩૦૦ થી ૩૦૪ + વિવેચન]
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારનું સ્વરૂપ અનંતાનુબંધી આદિ ભેદથી પૂર્વવત્ છે. એ ચાર મહાભય સમાન છે. કેમકે સમ્યગ્ દર્શનાદિ પ્રતિબંધરૂપ છે. ઉદયના નિરોધ વડે જે શુદ્ધાત્માનો રોધ કરે છે, તેનાથી આત્માનું મન સાથે એકપણું અને કુશળ પરિણામ થવાથી તે નોઈન્દ્રિય પ્રણિધિ કહેવાય છે. તેનો નિરોધ ન કરવાથી આ દોષો થાય છે –
જે કોઈ વ્યવહાર તપસ્વીને ક્રોધાદિ અનિરુદ્ધ છે તે તપ કરતા બાલતપસ્વી સમાન તે ઉપવાસનું પારણું કરતાં ઘણો આરંભ કરનાર જીવ છે, તે ગજસ્નાનવત્ પરિશ્રમ કરે છે. તે ઉપવાસ, છઠ્ઠ આદિ નિમિત્તે ક્રોધાદિ કરીને ઘણો કર્મબંધ કરે છે. આ જ અર્થને સ્પષ્ટતર કરે છે – દ્રવ્યથી શ્રમણભાવને પાળે છે, જેના ક્રોધાદિ કષાયો ઉત્કટ છે, તેનું શ્રામણ્ય શેરડીના ફૂલની જેમ નિષ્ફળ છે, કેમકે તેને નિર્જરા થતી નથી.
ઉપસંહાર કરતાં કહે છે – અનંતરોક્ત ઈન્દ્રિય-નોઈન્દ્રિય બંને પ્રણિધિ નિર્દોષ હોય છે, જો - X - બાહ્ય અને અભ્યંતર ચેષ્ટાવાળા તેના ઈન્દ્રિય અને કષાયો તેના કબજામાં હોય, તો શુદ્ધ પ્રણિધિ છે. અન્યથા અશુદ્ધ પ્રણિધિ જાણવી. એમાં પણ તત્ત્વ દૃષ્ટિએ અભ્યંતર ચેષ્ટા વધુ જરૂરી છે, તેથી તે વધુ પ્રશસ્ત છે. અપ્રશસ્તવાળા અધ્યવસાયથી ઉદ્ગત હોય તે પ્રણિધિ અચારુ છે - સુંદર નથી. તે જ કહે છે –
માયાસ્થાન યુક્ત, ઋદ્ધયાદિ ગારવ યુક્ત, ઈન્દ્રિય - નોઈન્દ્રિયનો નિગ્રહ કરે છે તો તે અપ્રશસ્ત છે. કેમકે માયાથી ઈર્યાદિને પડિલેહે, દ્રવ્ય ક્ષાંત્યાદિથી આસેવન, ઋદ્ધયાદિનો ગારવ કરે તે અપ્રશસ્ત જ ઈન્દ્રિય-નોઈન્દ્રિયનો નિગ્રહ કરે છે. હવે પ્રશસ્તાપ્રશસ્ત પ્રણિધિના ગુણદોષ.