Dasaveyaliya 432
Dasaveyāliya: ṭīkānusārī vivecana 432
- Language
- Gujarati
432
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૦૫ થી ૩૦૯ + વિવેચન [૮/૩૦૫ થી ૩૦૯ + વિવેચન]
જ્ઞાનાવરણીયાદિ ભેદથી કર્મરજને બાંધે છે, જે અપ્રશસ્ત પ્રણિધિમાં રહેલ છે, તે જ આઠ પ્રકારની કર્મરજને ખપાવે છે, જે પ્રશસ્ત પ્રણિધિ યુક્ત હોય છે. સંયમાદિને માટે પ્રણિધિ પ્રયોજવી જોઈએ. તે કહે છે – દર્શન, જ્ઞાન, ચારિત્ર જેમાં છે તે સંપૂર્ણ સંયમ છે. તે સાધવા પ્રશસ્ત પ્રણિધિ યોજવી. તથા તેનાથી વિરુદ્ધ સ્થાનોને વર્જવા જોઈએ. જો તેમ ન કરે તો આ દોષો લાગે – દીક્ષા લઈ સુપ્રણિધિ ન રાખે તો સંયમને ન જાણતો સંયત સંયમને વિરાધે છે. જેમ ભાન વિનાનો, નિસૃષ્ટ અંગવાળો યત્ન ન કરતો કાંટાવાળા માર્ગે જાય અને પડીને દુઃખ પામે છે, તેમ આ સંયત નાશ પામે છે. તેથી ઉલટું સુપ્રણિહિત સાધુ આશ્રવદ્વારને સંવૃત્ત કરીને કર્મબંધાદિથી લિપ્ત થતો નથી. તપ પ્રણિધિ વડે પૂર્વના કર્મોને પણ બાળે છે. જેમ અગ્નિ શુષ્ક તૃણોને બાળે છે. એ રીતે અપ્રશસ્ત પ્રણિધિ દુઃખદ અને પ્રશસ્ત પ્રણિધિ સુખદ છે. તેથી અપ્રશસ્તનો ત્યાગ કરીને સાધુ પ્રશસ્ત પ્રણિધિમાં યત્ન કરે. આચાર-પ્રણિધિ કહી. હવે સૂત્ર આલાવાનો અવસર છે - X - X - તેથી સૂત્ર કહે છે –