Pramāṇa · Search · About · API

Dasaveyaliya 519

Dasaveyāliya: ṭīkānusārī vivecana 519

Language
Gujarati

519

‘દશવૈકાલિક’ સૂત્ર–૫૨૫ થી ૫૨૮ [ચૂ-૨/૫૨૫ થી ૫૨૮]
[૫૨૫] હું તે ચૂલિકાને કહીશ, જે શ્રુત છે, કેવલીભાષિત છે, જેને સાંભળીને પુન્યશાળી જીવોની ધર્મમાં મતિ ઉત્પન્ન થાય છે.
[૫૨૬] ઘણાં લોકો અનુસ્રોત-સંસાર સમુદ્રમાં પ્રતિ પ્રસ્થાન કરી રહ્યા છે, પરંતુ જે મુક્ત થવા ઈચ્છે છે, જેને પ્રતિસ્રોત-સંયમ પ્રવાહમાં ગતિ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તેણે પોતાના આત્માને પ્રતિસ્રોત પ્રતિ લઈ જવો.
[૫૨૭] અનુસ્રોત સંસાર છે, પ્રતિસ્રોત તેનો ઉતાર છે. સાધારણ સંસારીજનને અનુસ્રોત ચાલવામાં સુખાનુભૂતિ થાય, પરંતુ સુવિહિત સાધુઓને માટે આશ્રવ પ્રતિસ્રોત થાય છે. - તેથી -
[૫૨૮] આચાર પાલનમાં પરાક્રમ કરીને તથા સંવરમાં પ્રચુર સમાધિયુક્ત થઈને, સાધુઓએ પોતાની ચર્યા, ગુણો તથા નિયમો પ્રતિ દૃષ્ટિપાત કરવો જોઈએ.

Linked texts (1)