Dasaveyaliya 520
Dasaveyāliya: ṭīkānusārī vivecana 520
- Language
- Gujarati
520
વિવેચન–૫૨૫ થી ૫૨૮
હું ભાવચૂડાને કહીશ – પ્રકર્ષથી અવસરપ્રાપ્ત અભિધાન લક્ષણથી કહીશ. શ્રુત તે કેવલીભાષિત છે. આ ચૂડામાં શ્રુતજ્ઞાન વર્તે છે અને આ કેવલીભાષિત - કેવલી વડે પ્રરૂપિત છે.
વૃદ્ધવાદ આ પ્રમાણે છે –
કદાચિત્ આર્યા વડે અસહિષ્ણુ એવા કુરગડુ પ્રાયઃ સંયતને ચાતુર્માસિકાદિમાં ઉપવાસ કરાવ્યો. તે આરાધનાથી તે મૃત્યુ પામ્યો. હું ઋષિઘાતિકા છું, એમ ઉદ્વિગ્ન થઈને તેણીએ તીર્થંકરને પૂછવા વિચાર્યું. ગુણથી આવર્જિતા દેવી તેણીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગઈ.
તેણીએ ભગવંતને પૂછ્યું - હું સાધુના મરણથી ઘાતક છું કે નહીં? ભગવંતે તેણીને આ ચૂડા સંભળાવી (જે તેણીએ ગ્રહણ કરી.) તેમાં વિશેષ એટલું કે –
તે ચૂડા સાંભળીને કુશલાનુબંધી પુણ્યયુક્ત પ્રાણીને અચિંત્ય ચિંતામણી સમાન ચારિત્ર ધર્મમાં ભાવથી શ્રદ્ધા ઉપજે છે. આ ચારિત્ર અને ચારિત્રબીજને ઉપજાવે છે તે માટે આ પહેલું સૂત્ર કહ્યું.
આ જ પ્રતિજ્ઞાસૂત્ર છે.
આ અધ્યયનમાં ચર્યા ગુણ બતાવે છે. તેની પ્રવૃત્તિમાં મૂળ પાદભૂત આ કહે છે –
નદીના પૂરના પ્રવાહમાં પડેલા કાષ્ઠવત્ વિષયરૂપ કુમાર્ગ દ્રવ્યક્રિયા આનુકૂલ્યથી પ્રવૃત્ત તથાવિધ અભ્યાસથી ઘણાં લોકો તથાપ્રસ્થાનથી ઉદધિગામી થાય. દ્રવ્યથી તે જ નદીમાં ક્યારેય દેવતાના નિયોગથી પ્રતિશ્રોત પ્રાપ્તિના લક્ષ્યથી કહ્યું. ભાવથી તો વિષયાદિ વિપરીતપણાથી કેટલાંક સંયમ લક્ષ્યને પામીને પ્રતિસ્રોત - વિષયાદિને દૂર કરીને સંયમ લક્ષ્ય અભિમુખ જ જીવ પ્રવર્તે.
સંસાર સમુદ્રમાં પરિહારથી મુક્તપણે સાધુ વડે થવાને માટે પ્રવર્તે. ત્યાં ક્ષુદ્રજન આચરીત કૃત્યોને પોતાના મનમાં પણ ન લાવીને તેનાથી દૂર રહેવું અને આગમ ભણવામાં એકચિત્તે તત્પર રહેવું. - X - X - X - X - X
અધિકૃત્ આ ગાથાને સ્પષ્ટ કરતાં હવે કહે છે –
કર્મના બોજથી વિષયસુખમાં લીન થવું, તે નીચી જગ્યામાં જેમ પાણી જાય તેમ જવાનું જ છે, તે અનુશ્રોત કહેવાય છે. તેથી વિપરીત ઈન્દ્રિય વિજય તે પરમાર્થ સાધનરૂપ કાયા, વચન અને મનનો વ્યાપાર તે આશ્રય વ્રત ગ્રહણરૂપ ઉત્તમ સાધુને છે.
આ સંસાર તે વિષયસુખ છે. તે ભોગવતાં પાછો સંસાર છે. જેમ વિષ એ મૃત્યુ છે માટે તે વિષયની ઈન્દ્રિયોને રોકવી તે પ્રતિશ્રોત એટલે સંસારથી બચીને મોક્ષમાં જઈ શકે છે.
આ પ્રમાણે ઈન્દ્રિયનો નિરોધ સંસારથી પાર ઉતારનાર છે, એમ સમજીને સાધુએ જ્ઞાનાદિ પંચાચારમાં પરાક્રમ વાપરવું. ઈન્દ્રિય નિરોધથ સમાધિ બહુલ મુનિએ પાછા પડવાનું ન થાય, ચારિત્ર નિર્મળ રહે.
માટે ભિક્ષુ ભાવના સાધનરૂપ અનિયતવાસ, દ્રવ્યચર્યા પાળવી. મૂળ ગુણ અને ઉત્તર ગુણને યોગ્ય સમયે વિધિ અનુસાર પાળવા, તે ભાવચર્યા છે.
તે સાધુઓએ જાણવા યોગ્ય છે. તે સમ્યગ્ જ્ઞાન આસેવન અને પ્રરૂપણા રૂપે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit