Dasaveyaliya 526
Dasaveyāliya: ṭīkānusārī vivecana 526
- Language
- Gujarati
526
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૩૭૧, ૩૭૨ + વિવેચન [૩૭૧, ૩૭૨ + વિવેચન]
(૩૭૧) અધ્યયન છ મહીને આર્ય મનકે ભણ્યું. છ માસના પર્યાયથી તે સમાધિપૂર્વક કાળ પામ્યા.
(૩૭૨) શય્યંભવ સૂરિએ આંખથી આનંદના અશ્રુ મૂક્યા ત્યારે યશોભદ્ર સ્વામીએ પૂછ્યું. શય્યંભવ સૂરિએ વિચારણા કથન કર્યું.
આર્ય મનકે આ અધ્યયનને છ માસે ભણ્યું. આર્ય - ત્યાગવા યોગ્ય પાસેથી શીઘ્ર દૂર થાય તે. ‘મનક’ એ મુનિનું નામ છે. તેમનું આયુ દીક્ષા લીધા પછી છ માસ હતું. તેટલામાં આ સૂત્ર ભણીને આગમોક્ત વિધિથી શુભલેશ્યાના ધ્યાન વડે સ્વર્ગવાસ પામ્યા. જેમ મનક મુનિએ દશવૈકાલિક સૂત્ર ભણીને આરાધના કરી તેમ બીજાઓને પણ તે ભણવાથી આરાધના થાઓ.
જ્યારે તેનું મરણ થયું ત્યારે મનક મુનિના ગુરુ શય્યંભવ સૂરિએ આંખમાંથી આંસુ મૂક્યા કે તેણે સારી રીતે સૂત્ર આરાધના કરી. ગુરુની આંખના આંસુ જોઈને તેમના પ્રધાન શિષ્ય યશોભદ્રસૂરિએ પૂછ્યું કે સાધુને રાગ ન હોય છતાં એક શિષ્યના મરણથી આપને આવો સંસારનો સ્નેહ કેમ? ગુરુએ કહ્યું – આ ગૃહસ્થપણાનો મારો પુત્ર છે. તેણે સારી રીતે આરાધના કરી તેથી મને હર્ષના આંસુ આવ્યા છે. બધાં શિષ્યોને પસ્તાવો થયો કે - આપે અમને પહેલાં કેમ ન કહ્યું? જો કહ્યું હોત તો તમે બધાં સેવા ન કરાવત, તો તેને વૈયાવચ્ચનો લાભ ન મળત.
આ દશવૈકાલિક સૂત્ર તેના છ માસના અલ્પ આયુ માટે મેં ઉદ્ધરેલ છે. તે વખતે સંઘે જાણ્યું. ભવિષ્યમાં પડતાં કાળમાં ઘણાં જીવોને આ ટૂંકામાં સારવાળું સૂત્ર લાભકારક થશે, તેથી સૂત્રને કાયમ રહેવા દો. એ પ્રમાણે સંઘે ગુરુને પ્રાર્થના કરી.
અનુગમ કહ્યો. હવે નયો કહે છે. તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત ભેદથી સાત નયો સામાન્યથી છે. તેનું સ્વરૂપ આવશ્યકમાં બતાવેલ છે, ત્યાંથી જાણવું.
અહીં સ્થાન ખાલી ન રહે તે માટે પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ સંક્ષેપથી જણાવતાં જ્ઞાનનય અને ક્રિયાનયનું વિવરણ કરેલ છે.