Uttarajjhayana 1009
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1009
- Language
- Gujarati
1009
વિવેચન–૫૧૨
કેટલા૦ વગેરે પ્રશ્નસૂત્ર છે. આટલા૦ વગેરે નિર્વચન સૂત્ર છે. તે જ કહે છે. વિવિક્ત - સ્ત્રી, પશુ, પંડકથી ભરેલી ન હોય. શયન - જેમાં સૂવાય તે, ફલક સંસ્તારક આદિ. આસન - જેમાં બેસાય તે, પાદપીઠ આદિ. ઉપલક્ષણથી સ્થાનો, તેને ન સેવે. જે તે નિર્ગ્રન્થ છે. અર્થાત્ દ્રવ્ય અને ભાવ ગ્રંથથી નિષ્ક્રાંત છે. આ પ્રમાણે અન્વયથી જણાવીને અવ્યુત્પન્ન શિષ્યોના અનુગ્રહને માટે આ જ અર્થ વ્યતિરેકથી કહે છે –
દેવી કે માનુષી સ્ત્રીઓ, ઘેટી-બકરી આદિ પશુઓ, નપુંસકો તેમનાથી સંસક્ત એવા શયન, આસનનો ઉપભોક્તા ન થાય. કેમકે જો નિર્ગ્રન્થ આવા સ્ત્રી આદિ સંસક્ત સ્થાનને સેવે તો બ્રહ્મચારી હોય તો પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે તે બ્રહ્મચારી હશે કે નહીં? શંકા - બીજાને થાય કે આ આવા શયન, આસન સેવનારો બ્રહ્મચારી હશે કે નહીં? કાંક્ષા - સ્ત્રી આદિની અભિલાષા રૂપ, વિચિકિત્સા - ધર્મ પ્રતિ ચિત્તમાં વિપ્લુતિ ઉત્પન્ન થાય છે. અથવા શંકા - સ્ત્રી આદિ વડે અત્યંત અપહૃત ચિત્તપણે સર્વ આપી ઉપદેશ વિસ્મૃત થતાં - તેને આ અસાર સંસારમાં સાર રૂપ તે સ્ત્રી જ દેખાય, આવા કુવિપ્લવથી વિકલ્પો કરતો મિથ્યાત્વના ઉદયથી વિચારે કે કદાચ આવો નિષેધ તીર્થંકરે કરેલ નહીં હોય, અથવા આના આસેવનમાં જે દોષ કહેલ છે, તે દોષ થાય જ નહીં તેવો સંશય ઉપજે છે. કાંક્ષા - અન્ય અન્ય દર્શનનો આગ્રહ જન્મે. વિચિકિત્સો - ધર્મ પ્રત્યે, આવા કષ્ટ અનુષ્ઠાનનું ફળ મળશે કે નહીં?
ઉક્ત શંકા આદિના ફળરૂપે ચારિત્રનો વિનાશ પ્રાપ્ત થાય અથવા કામ ગ્રહરૂપ ઉન્માદને પામે, સ્ત્રી વિષય અભિલાષાના અતિરેકથી તથાવિધ ચિત્ત વિપ્લવ સંભવે. લાંબા કાળ માટેના દાહજ્વર આદિ રોગ અને જલદી મરણ થાય તેવા શૂલાદિ આતંક થાય. સ્ત્રી આદિના અભિલાષથી અરોચકત્વ જન્મે, તેનાથી જ્વરાદિ થાય. કેવલી પ્રજ્ઞપ્ત શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય. કદાચિત્ ક્લિષ્ટ કર્મોદયના કારણે સર્વથા ધર્મનો પરિત્યાગ સંભવે. તે કારણે આવું સ્થાન ન સેવે. પહેલું સમાધિસ્થાન કહ્યું. હવે બીજું કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati