Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1008

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1008

Language
Gujarati

1008

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૨ [૧૬/૫૧૨]
સ્થવિર ભગવંતોએ બ્રહ્મચર્ય સમાધિના કયા સ્થાન બતાવેલ છે? જેને સાંભળી, જેના અર્થનો નિર્ણય કરીને ભિક્ષુ સંયમ, સંવર અને સમાધિથી અધિકાધિક સંપન્ન થાય. ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈને સદા અપ્રમત્ત ભાવે વિચરણ કરે? તે સ્થાનો આ છે–
જે વિવિક્ત શયન, આસનને સેવે છે, તે નિર્ગ્રન્થ છે. જે સ્ત્રી, પશુ અને નપુંસક સંસક્ત શયન, આસન ન સેવે તે નિર્ગ્રન્થ છે એમ કેમ? આચાર્ય કહે છે – નિર્ગ્રન્થોને નિશ્ચે સ્ત્રી, પશુ, પંડક્‌ સંસક્ત શયન, આસન સેવતા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ થાય. ઉન્માદ પ્રાપ્ત થાય, દીર્ઘકાલિક રોગાતંક થાય અથવા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રંસ પણ થાય. તેથી નિર્ગ્રન્થોએ સ્ત્રી, પશુ, પંડક, સંસક્ત શયન, આસન સેવવા નહીં.

Linked texts (1)