Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1033

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1033

Language
Gujarati

1033

વિવેચન–૫૩૫, ૫૩૬
દુઃખે કરીને જીતાય છે તે દુર્જય. તે ઉક્તરૂપ કામભોગોને નિત્ય સર્વ પ્રકારે ત્યજે. અનંતરોક્ત દશે શંકા સ્થાનોને એકાગ્ર મનથી વર્જે. અન્યથા આજ્ઞા, અનવસ્થા, મિથ્યાત્વ વિરાધનાદિ દોષો સંભવે છે.
આનો વર્જક શું કરે? પાપ સંતાપથી ઉપતપ્ત પ્રાણીને નિર્વૃત્તિ હેતુતાથી અભિલષિત ફળ પ્રદાનથી ધર્મરૂપ બગીચામાં વિચરે. અથવા ધર્મમાં ચોતરફથી રમણ કરે છે. માટે તે ધર્મારામ છે, તે ધર્મારામના સંયમરૂપ માર્ગે ભિક્ષુ જાય. ધૃતિ - ચિત્તનું સ્વાસ્થ્ય, તેનાથી યુક્ત. એવો તે ધર્મસારથી, બીજાને પણ ધર્મમાં પ્રવર્તાવે. એ રીતે ધર્મારામમાં આસક્ત થાય. ઉપશાંત થઈ, બ્રહ્મચર્યમાં સમાહિત રહે. હવે તેનું માહાત્મ્ય કહે છે.

Linked texts (2)