Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1037

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1037

Language
Gujarati

1037

વિવેચન–૫૩૮
અનંતરોક્ત બ્રહ્મચર્ય રૂપ ધર્મ, ધ્રુવ - પરપ્રવાદિ વડે કંપાવવા છતાં પ્રતિષ્ઠિત છે. નિત્ય - સ્થિર એક સ્વભાવવાળો છે, દ્રવ્યાર્થપણાથી શાશ્વત છે, પર્યાયાર્થિપણાથી અન્યાન્ય રૂપે ઉત્પન્ન છે. અથવા નિત્ય - ત્રણે કાળે પણ સંભવે છે. અનવરત હોવાથી શાશ્વત છે. અથવા આ બધાં એકાર્થિક છે. તીર્થંકર વડે પ્રતિપાદિત છે. તેનું ત્રિકાળ ગોચરફળ કહે છે – અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીમાં સિદ્ધ થયા છે. અહીં પણ અને મહાવિદેહમાં પણ થયા છે. આના વડે બ્રહ્મચર્યરૂપ ધર્મથી મોક્ષે જાય છે તે કહ્યું - X -

Linked texts (2)