Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1043

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1043

Language
Gujarati

1043

વિવેચન–૫૩૯, ૫૪૦
જે કોઈ આ નિષ્ક્રાંત છે, તે કઈ રીતે પ્રવ્રજિત છે, તે કહે છે – શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મને સાંભળીને, જ્ઞાન - દર્શન - ચારિત્ર અને ઉપચારરૂપ યુક્ત તે વિનયયુક્ત થઈ અતિશય દુષ્પ્રાપ્ય જિનપ્રણિત ધર્મપ્રાપ્તિરૂપ બોધિ પામીને, આના વડે ભાવ પ્રતિપક્તિથી આ પ્રવ્રજિત છે, તેમ કહેલ છે. તે પ્રવજન પછીના કાળે જે રીતે વિચરે છે. તે કહે છે –
પહેલા સિંહ રૂપે પ્રવ્રજિત થઈને, પછી જેમ-જેમ વિકથાદિ કરણ રૂપ પ્રકારથી આત્માને સુખી માને છે. પછી શિયાળ વૃત્તિથી વિચરે છે, તે ગુરુ દ્વારા કે બીજા હિતૈષી વડે અધ્યયન પ્રતિ પ્રેરિત થઈને જે કહે છે, તે આ છે – શય્યા - વસતિ, દૃઢ - વાત, આતપ, જલાદિ ઉપદ્રવોથી અનભિભાવ્ય છે. પ્રાવરણ - વર્ષાકલ્પ આદિ, મારી પાસે છે. ભોજન અને પાણીને માટે અનુક્રમે અશન, પાન મળી રહે છે. - X - તો શા માટે, હે પૂજ્ય! હું આગમનું અધ્યયન કરું? - X - X - માત્ર વર્તમાનને જોનારા જ આ પ્રમાણે કહે છે – મારી પાસે આ બધું છે, તો શા માટે હૃદય, ગળું, તાળવું શોષવનાર આ અધ્યયન કરવું જોઈએ? એ પ્રમાણે અધ્યવસાય વાળો જે છે, તે પાપશ્રમણ કહેવાય છે. - વળી -

Linked texts (2)