Uttarajjhayana 105
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 105
- Language
- Gujarati
105
વિવેચન–૨૭
મને બુદ્ધો જે શિક્ષાને ગ્રહણ કરાવે છે તે સોપચાર વચનથી હોય. તેમાં શીલ - મહાવ્રતાદિ, ઉપચારથી તેના જનક વચનો પણ શીલ છે. અથવા શીલ વડે સમાધાનકારી, જેમકે – હે ભદ્ર! તારા જેવાને આ અનુચિત છે, ઈત્યાદિથી કે કઠોર વચનથી કહે તો તેને સમભાવે સ્વીકારે ત્યારે વિચારે કે – મને અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિ થઈ, કે જે મને અનાચારકારીને તેઓ અનુશાસિત કરે છે. તેની આલોચના કે પ્રેક્ષા કરીને પ્રયત્ન-પૂર્વક તથાવિધ સૂત્રાલાપકનું અનુસ્મરણ કરે.
શું ગુરુવચન આલોક કે પરલોકમાં અત્યંત ઉપકારી છે કે અન્યથા પણ સંભવે છે? તે વિષયમાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati