Uttarajjhayana 1077
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1077
- Language
- Gujarati
1077
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૦૨ થી ૪૦૪ + વિવેચન [૧૮/નિર્યુક્તિ-૪૦૨ થી ૪૦૪ + વિવેચન]
હે નરપતિ! તને અભય છે, જળના પરપોટા સમાન મનુષ્યત્વ છે, પોતાનું દુઃખ જાણવા છતાં, શા માટે હિંસામાં આસક્ત થાય છે? આ બધું જ છોડીને જ્યાં અવશ્ય જવાનું જ છે, તો પછી કિંપાક ફળની ઉપમા સમાન ભોગોમાં શા માટે આસક્ત થાય છે? તે અલગારની પાસે ધર્મ સાંભળી, તે ગુણસમગ્ર રાજ્ય છોડીને પ્રવ્રજિત થયો.
ઉક્ત નિર્યુક્તિ વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ આ અપ્પણોદુઃખ - પોતાનું દુઃખજનક મરણ. કિંપાગફલોપમણિલેસુ - જોવામાં મધુર દેખાતા પણ પરિણતિથી દારુણ એવી છાયા જેની છે તેવા ફળો. અણગાર - અવિદ્યમાન ગૃહ. તે શાક્યાદિને પણ સંભવે, તેથી કહ્યું - પ્રવ્રજિત - વિષયા-સક્તિના પરિહાર રૂપથી પ્રકર્ષથી નીકળેલો, ભાવભિક્ષુ. ગુણ - મનોજ્ઞ શબ્દાદિ કામગુણો, તેનાથી સંપૂર્ણ તે ગુણસમગ્ર.
એ પ્રમાણે દીક્ષા લઈ હેય અને ઉપાદેયને જાણીને, દશવિધ ચક્રવાલ સામાચારી રત, અનિયત વિહારીપણાથી વિચરતો તેવા પ્રકારના સંનિવેશમાં આવ્યો. ત્યાં તેને શું થયું? તે કહે છે –