Uttarajjhayana 1079
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1079
- Language
- Gujarati
1079
વિવેચન–૫૭૯, ૫૮૦
ગ્રામ નગરાદિ સમુદાયને છોડીને દીક્ષા સ્વીકારેલ ક્ષત્રિય જાતિના મુનિએ કહ્યું, કોને? સંજય મુનિને તે પૂર્વજન્મમાં વૈમાનિક દેવ હતા. ત્યાંથી ચ્યવીને ક્ષત્રિયકુળમાં જનમ્યા. પૂર્વજન્મની સ્મૃતિથી, પૂર્વવત્ વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધેલી. પછી વિચરતા એવા તેણે સંજય મુનિને જોયા, તેની સાથે વિમર્શ કરવા આ પ્રમાણે કહ્યું – તમારી આકૃતિ જેવી વિકાર રહિત દેખાય છે, તે જ પ્રકારે તમારું ચિત્ત પ્રસન્ન છે? તમારું નામ શું છે? કયા પ્રયોજનથી માહણ - ‘હણ નહીં’ એ પ્રકારે જેની મન અને વચનની ક્રિયા છે તે. તે પ્રવ્રજિતને જ સંભવે છે. બુદ્ધ - આચાર્યને કઈ રીતે પ્રતિચરો છો? કઈ રીતે વિનયવાન્ કહેવાઓ છો? ત્યારે સંજય મુનિએ કહ્યું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati