Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1083

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1083

Language
Gujarati

1083

વિવેચન–૫૮૨
(અહીં વૃત્તિમાં જે વાદોનું દર્શન છે, તે અમારા નિર્ધારિત ક્ષેત્રની બહારનો વિષય હોવાથી છોડી દીધેલ છે, છતાં વિસ્તાર જાણવા સૂયગડાંગ સૂત્ર જોવું.) ક્રિયા - ‘છે’ તે સ્વરૂપે. અક્રિયા - તેનાથી વિપરીત. વિનય - નમસ્કાર કરણ આદિ. જ્ઞાન - વસ્તુ તત્ત્વનો બોધ, તેનો અભાવ તે અજ્ઞાત. હે મહામુનિ! સમ્યક્‌ પ્રવ્રજ્યા પ્રતિપત્તિ ગુરુ પરિચર્યાદિ કરણથી પ્રશંસાય છે. આ ક્રિયાદિ ચાર વડે જીવો કર્મવશ થઈ તેમાં રહે છે તેથી સ્થાન - મિથ્યા અધ્યવસાયના આધારભૂત, તેના વડે મપાય છે. જેના વડે જીવાદિ વસ્તુને તે જાણે છે, તેથી મેયજ્ઞ, ક્રિયાદિ ચાર સ્થાનો વડે સ્વ-સ્વ અભિપ્રાયથી કલ્પિત વસ્તુ તત્ત્વ પરિચ્છેદી થઈ કુત્સિત પ્રકર્ષથી બોલે છે.
ક્રિયાવાદી - ‘આત્મા છે’ તેમ માને છે. - X - X - X - X - જે અક્રિયાવાદી છે તે ‘અસ્સિ’ ક્રિયા વિશિષ્ટ આત્માને ઈચ્છતા નથી. - X - X - X - X - ઈત્યાદિ. - X - X - જે આવા નથી તે દેવલોક ગતિમાં અનેકવિધ શ્રુતધર્મને આચરીને જાય છે. અહીં સત્પ્રરૂપમારૂપ શ્રુતધર્મ જ છે. તેથી હે આર્ય! અસત્‌ પ્રરૂપણાના પરિહારથી સત્પ્રરૂપણાવાળ જ તમારે થવું જોઈએ. આ પાપકારીઓ કેવા છે? તે કહે છે –

Linked texts (2)