Uttarajjhayana 1095
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1095
- Language
- Gujarati
1095
વિવેચન–૫૯૧
જે મને કાળ-પ્રસ્તાવમાં અવિપરીત બોધવાળા ચિત્તથી તમે પૂછો છો, તેને સૂત્રપણાથી હું પ્રગટ કરીશ - પ્રતિપાદન કરીશ. બુદ્ધ એટલે વસ્તુ તત્ત્વને જાણનાર, ‘હું કઈ રીતે જાણું છું?’ તેથી કહે છે – જે કંઈ આ જગત્માં જ્ઞાન - યથાવિધ વસ્તુનો અવબોધ પ્રચારાય છે, તે જિનશાસનમાં છે, તેમ જાણવું. હું ત્યાં રહેલો છું, તેથી હું તે જાણું છું. તમે સમ્યગ્ બુદ્ધ ચિત્તથી પૂછો છો. તેથી મેં પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેથી તમને જે ઈચ્છા હોય તે પૂછો, અથવા તે જ લક્ષ્ય કરીને જે કહેવાયું કે હું મારું અને બીજાનું આયુ જાણું છું. તેથી તેણે સંજય મુનિને પૂછ્યું કે મારું આયુ કેટલું છે? તેથી આણે કહ્યું કે – જે તમે કાળવિષયમાં પૂછો છો, તે મેં પ્રતિપાદિત કરેલ છે. તે જ્ઞાન જિનશાસનમાં વિદ્યમાન છે, પણ બીજા સુગતિ આદિ શાસનમાં નથી, તેથી જિનશાસનમાં જ યત્ન કરવો જોઈએ. તેથી જેમ હું જાણું છું, તેમ તમે પણ જાણો. - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati