Uttarajjhayana 1101
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1101
- Language
- Gujarati
1101
વિવેચન–૬૧૧
કયા પ્રકારે ધીર ક્રિયાવાદી આદિ પરિકલ્પિત કુહેતુ વડે ઉન્મત્તની માફક તાત્વિક વસ્તુનો આલાપ કરીને જેમ-તેમ બોલવા વડે પૃથ્વી ઉપર ભ્રમણ કરે અર્થાત્ ન કરે. શા માટે? જે અનંતર કહેલ ભરત આદિને વિશેષથી જાણીને જિનશાસનને ગ્રહણ કરીને - મનમાં અવધારીને શૂઢ અને દૃઢપરાક્રમી આનો જ આશ્રય કરે. અર્થાત્ જે પ્રકારે આ મહાત્માઓએ કુવાદી કલ્પિત દર્શનનો પરિહાર કરીને જિનશાસનને વિશેષ ગ્રહણ કરીને નિશ્ચિત થયા, તેમ તમારે પણ ધીરતાપૂર્વક આમાં જ નિશ્ચિત ચિત્તને ધારણ કરવું.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati